સોલાર સેલમાં શું હોય છે, તેમાં ઇલેકિટ્રક પાવર ક્યાંથી આવે ?
સોલાર કેલક્યુલેટર ઉપર કાળા રંગની નાનકડી ચોરસ પેનલ તમે જોઈ હશે. આ પેનલ એટલે સોલાર સેલ તે સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે. મકાનોમાં ધાબા ઉપર મોટા કદની સોલાર પેનલ હોય છે.
સોલાર પેનલમાં શું હોય છે, તેમાં અને વીજળી કેવી રીતે બને છે તેનું વિજ્ઞાાન પણ રસપ્રદ છે.
સોલાર સેલને ફોટો વોલ્ટિક સેલ પણ કહે છે. ફોટો એટલે પ્રકાશ અને વોલ્ટિક એટલે વીજળી. સોલાર સેલમાં સિલિકોનની પાતળી પતરી હોય છે.
સિલિકોન એટલે સામાન્ય રેતી. પણ વિજ્ઞાાનીએ તેનું શુધ્ધિકરણ કરી ક્રિસ્ટલ સ્વરૃપે તારવી ઘણાં ઇલેકટ્રોનિક સાધનોમાં ઉપયોગ કરે છે.
સિલિકોનના અણુમાં ત્રણ સમુહમાં ૧૪ ઇલેક્ટ્રોન હોય છે, તે ગરમ થાય ત્યારે તેમાંના ઇલેકટ્રોન છૂટા પડી ગતિશીલ બને છે.
અને તેમાં હળવો વીજપ્રવાહ પેદા થાય છે. વિજ્ઞાાનીઓએ સિલિકોનમાં ફોસ્ફરસ ભેળવીને આ ક્રિયા વધુ ઝડપી બનાવી. એટલે સૂર્યના હળવા પ્રકાશ અને ઓછી ગરમીથી પણ વીજળી પેદા થાય.
સોલાર સેલની રચનામાં સિલિકોનની બે પતરી બાજુબાજુમાં ગોઠવેલી હોય છે. સિલિકોન પ્રકાશનું પરાવર્તન ન કરે અને વધુ ગરમી શોષે એટલે તેને કાળા કાચ વચ્ચે જડી લેવામાં આવે છે.
આપણા નખ જેવડો સોલાર સેલ કેલક્યૂલેટર ચાલે એટલી વીજળી પેદા કરી શકે. મકાનોના છાપરા પર સેંકડો સોલાર સેલ ગોઠવીને પેનલ બનાવી ઘરમાં ઉપયોગ થાય તેટલે વીજપ્રવાહ મેળવી શકાય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar