સાચી ઓળખ
બીજું વર્ષ આવ્યું. વૈશાખની સવાર હતી. ફરીથી એ જ કપડાંમાં એ જ રીતે એવા જ વેશે એવી આવીને ઊભી રહી. તેણે ફરી પાછી સરપંચની પરીક્ષા કરી
રાધનપુર નામના ગામમાં એકવાર સાંજથી સવાર સુધી કામ કરેલ ડોસી નગરમાં આવી પહોંચી. વાળ વીખરાયેલા, સૂજેલી આંખો, કાનનાં બૂટિયાં પણ તૂટેલાં, સફેદ સાડી અને એમાં પણ ધૂળની ડમરીઓ. ત્રણ-ચાર દિવસથી ભુખી હોય એવી લાગતી હતી.
આકાશ સ્વચ્છ હતું અને તેમાંથી સવારનાં સૂર્યનાં કિરણો આવી રહ્યા હતા. વહેલી પરોઢ હતી. સવારનાં લગભગ છ કે સાત વાગ્યા'તાં. લોકો પોતાનાં કામ માટે ઉપડી ગયા હતા. ઘરમાં લગભગ સ્ત્રીઓ જ હતી. અને એક કણબીની ડોસી ત્યાં ઊભી હતી.
આ ડોસીને ખૂબ ભૂખ લાગી હતી અને તેને તરસ પણ લાગી હતી. આ વાત લગભગ ૨૦૧૨ ની છે. જે સમયે ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ નહોતી. ગામની સ્ત્રીઓ કૂવાકાંઠે પાણી ભરવા આવી હતી. ત્યાંથી તેઓ કૂવામાંથી પાણી ભરતી હતી. આ ડોસી તે સ્ત્રીઓ પાસે આવી. આ સ્ત્રીઓએ ડોસીને ઓળખી ન શકી. તેમને મનમાં એમ થયું કે કોઇક માંગણ ભિખારી હશે તેથી તેમની સામે ન જોયું. પણ તે બીજી સ્ત્રી પાસે ગઈ તેણે પણ તેમની સામે ન જોયું. આમ કરતાં-કરતાં તે ડોસી ગામનાં સરપંચ પાસે આવી.
ગામનો સરપંચ જે મુખ્યા અધિકારી નામે ઓળખાય છે. આ સરપંચ સ્વભાવે મીઠો હતો. તેણે તેનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો.
અને બા'ર સરપંચની પત્ની આવીને ઊભી રહી. સરપંચ કોઇક કામસર બા'ર ગયો હોવાથી તે ઘરમાં ઊભો ન્હોતો. આ ડોસીને સરપંચનું જ કામ હતું. આ ડોસી કંઇ જેવી તેવી ન્હોતી. આ ડોસીએ ગામનાં સરપંચની મોટી માસી હતી. પણ તે વઉં પણ તેની ઓળખને લીધે ભુલી ગઈ.
આ ડોસીએ સરપંચની પત્નીને કહ્યું કે, 'બોન, એક ગ્લાસ પાણી આપશો, તેણે ડોસીને પાણી આપ્યું. ડોસી ખુશ થઈ કે મારી વઉ તો મને ઓળખી પણ ગામનાં સરપંચની સ્ત્રીઓ મને ઓળખી ન શકી. સરપંચની પત્નીને ડોસીએ કહ્યું,
'બેન જરા જમવાનું મને આપશો.' આ જોઈ વઉએ તેને જમવાનું આપ્યું. અને ડોસીએ જમી લીધું.આ રીતે જ બીજું વર્ષ આવ્યું. વૈશાખની સવાર હતી. ફરીથી એ જ કપડાંમાં એ જ રીતે એવા જ વેશે એવી આવીને ઊભી રહી. તેણે ફરી પાછી સરપંચની પરીક્ષા કરી. આ વખતે સરપંચ ઘરે હતો. સરપંચે તેની હાક સુણી. ડોસીએ સરપંચને કહ્યું.
'ભાઈ જરા પાણી આપશો' આ રીતે સરપંચે તેને પાણી પાયું. અને પછી સરપંચને મનમાં તો એનું કોઈક સગીર લાગ્યું. સરપંચે તે ડોસીને પૂછયું,
'ક્યાં રેવાં ? આવું સરપંચે ડોસીને પૂછયું.
'રેવાં તો ભાવનગર' આમ તેણે ડોસીએ સરપંચને કહ્યું. સરપંચે ડોસીનું સ્વાગત કર્યું. તેણે તેને ડોસીને જમાડી. અને પછી ડોસીએ તેની લાજ રાખવા તેણે ગામનું કંઇક પૂછયું : અને પછી ડોસીએ જતાં-જતાં સરપંચને કહ્યું કે બેટા, 'હું તારી કો'ક સગી થાઉં છું.' આ વાત સરપંચનાં કાને પડી. સરપંચને ભાસ થઈ ગયો કે આ બીજું કોઈ જ નહીં પણ મારા ભાવનગરમાં રહેતાં માસીબા છે.
હજુ તો તે ડોસી થોડે દૂર ગઈ હતી અને સરપંચે તેને ઘરમાં બોલાવી. સરપંચને ખબર પડી ગઈ હતી કે તે મારાં માસી-બા છે. આ વાત પહેલી ચાર સ્ત્રીઓને ખબર પડી કે આ ડોસી હવે તે સરપંચને કહીને આપણને કોઇક સજા કરશે. સરપંચે ડોસીની પાસે જઈ ભૂલની માફી માગી.
ડોસીએ ગામની પહેલી ચાર સ્ત્રીઓને બોલાવા કહ્યું. ત્યાં સરપંચનો કામદાર ડોસીની પહેલી ચાર સ્ત્રીઓને બોલાવીને લાવ્યો. એ ચાર સ્ત્રીઓને તો ખબર હતી કે આપણને જરૃર તો કોઈ શિક્ષા થશે. ડોસીએ આ ચાર સ્ત્રીઓને પાસે બોલાવી. ડોસીની ચાર સ્ત્રીઓ ધુ્રજતે પગે, ધુ્રજતાં હાથે તેની પાસે આવી અને ડોસીની માફી માંગી કે કાલે અમે જે કંઇ કર્યું તે અમે માફીને પાત્ર છીએ. તો અમને માફ કરી દેશો.
પણ ડોસીએ તે ચાર સ્ત્રીઓને કહ્યું કે બેટા, આજ તો માણસની સાચી ઓળખ છે. તમે મને જોઇ ન શક્યા અને કોઇ માંગણ ભિખારીની જેમ મને ઠુકરાવી દીધી. આજ એક માણસની સાચી ઓળખ છે.
તમે મને સમજી ન શક્યા. પણ હું તમને સમજી ગઈ. હું તમને સમ્માનિત પુરસ્કાર આપવા ઇચ્છુ છું. તે ડોસીએ તે સ્ત્રીઓને સમજાવ્યું કે તમે આ જ રીતે કોઇપણ વ્યક્તિની જાળમાં ફસાઇ ના જતા. સૌ પહેલા વ્યકિતને સાચી રીતે સમજો. પછી તેને ઓળખો.
જો તે વ્યક્તિ કોઇક બીજું હશે તો તમને છેતરશે. માટે આ જ રીતે તમે સારા કાર્યો કરતા રહો. માનવીને ઓળખતા શીખો. માનવી એ જ સાચી ઓળખ છે. જયાં સુધી કોઇ પણ માનવી પોતાના અપશબ્દો ભુલી નહીં જાય ત્યાં સુધી કંઈ જ નહીં થાય.
તેથી તમને આના પરથી એ જ શીખ મળે છે કે માણસની સાચી પરીક્ષા કરો. એને ઓળખતા શીખો. આ જ મારું દ્રઢ સંકલ્પ છે. આજથી એક દ્રઢ સંકલ્પ કરો, સારા કાર્યો કરો અને બીજાને કંઇક મદદરૃપ થાઓ.
- મીત નાંઢા
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar