પર્યાવરણનું સૌથી મહત્વનું અંગ : જમીન
પૃથ્વી પર સજીવ સૃષ્ટિને જીવન માટે અનુકુળ પરિબળોમાં જમીન મહત્વનું અંગ છે. સજીવ સૃષ્ટિનું જીવન જમીન પર આધારિત છે. આપણે તેને ધરતીમાતા પણ કહીએ છીએ.
પૃથ્વીની સપાટી પર ૭૦ ટકા મહાસાગરોનું પાણી છે. બાકીના ૩૦ ટકામાં જમીન છે. તેમાં પહાડો અને રણો પણ છે.
ભૂમિ વિસ્તારમાં વરસાદ, વાયુમંડળ અને પવનો જેવા પરિબળોથી ઘણી વિશેષતાઓ જોવા મળે છે. જમીનનો ૩૩ કિલોમીટર સુધી ઊંડાઈનો પોપડો સજીવ સૃષ્ટિને પોષણ પૂરું પાડે છે. આ પોપડામાં થતી વનસ્પતિ આપણો ખોરાક બને છે.
જમીન પર માણસો અને પ્રાણીઓ વસે છે. તે જ રીતે જમીનના પેટાળમાં અનેક જીવજંતુઓ વસે છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરીને બધાનું જીવન સરળ બનાવે છે.
કરોડો વર્ષથી જમીનના સ્તરમાં વરસાદ અને પાણીથી ફેરફાર થતાં રહે છે. જમીનમાં રહેલા જીવજંતુઓ બેક્ટેરિયા પણ તેમાં ફેરફાર કરે છે.
વનસ્પતિના ખરી પડેલા પાન, મૃતાવશેષો પ્રાણીઓના મળમૂત્રથી જમીન હમેશાં ફળદ્રુપ રહે છે. જમીનનો પોપડો જ વનસ્પતિને પોષણ પુરું પાડે છે અને ધરતી પર હરિયાળી હમેશાં રહે છે. જમીનનો પોપડો સજીવસૃષ્ટિના જીવનચક્રનો એક ભાગ છે. અને એટલે જ તેને ધરતી માતા કહેવાય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar