Get The App

ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી : કિવિ

Updated: Feb 17th, 2018

GS TEAM


Google News
Google News
ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી : કિવિ 1 - image

ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી ઓળખવા જેવું છે. આપણા કૂકડા જેવું આ પક્ષી પણ ઊડી શક્તું નથી. તેને કિવિ કહે છે તે ન્યુઝિલેન્ડમાં ઘણું લોકપ્રિય છે.

નાની પાંખ પણ પૂંછડી વિનાનું આ પક્ષી ભૂખરા લાલ અને બદામી પીંછા ધરાવે છે. તેની લાંબી ચાંચના આગળના ભાગે નસ્કોરાં હોય છે તે જમીનમાં ચાંચ ખોસીને ગંધ દ્વારા નાના જીવજંતુઓ શોધી શિકાર કરે છે. તે ફળો પણ ખાય છે.

કિવિ કોઈ ઝાડના થડમાં મૂળમાં ખાડો ખોદી કે બખોલમાં માળો બનાવે છે. કિવિ ખૂબ જ પ્રાચીન સમયનું પ્રાણી છે. તેની સામે અનેક દંતકથાઓ છે. સૈન્યના પ્રતીક તરીકે નક્કી થયા બાદ તેને રાષ્ટ્રીય પક્ષીનો દરજજો મળ્યો છે. ન્યુઝિલેન્ડના લોકો પણ અન્ય દેશોમાં 'કિવિઝ'ના હુલામણા નામે ઓળખાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :