મંગળ ગ્રહ વિશે જાણવા જેવું
મંગળ સૂર્ય માળાનો ચોથો ગ્રહ છે. તે લાલ રંગનો હોવાથી ગ્રીક અને અન્ય પુરાણકથાઓમાં યુધ્ધનો દેવતા કહેવાય છે. માર્ચ મહિનાનું નામ મંગળ પરથી પડયું છે.
પૃથ્વી સિવાય મંગળ ઉપર સજીવ સૃષ્ટિની સંભાવના વધુ છે એટલે સંશોધકો અને વિજ્ઞાાન કથાઓમાં મંગળ લોકપ્રિય ગ્રહ છે. જો કે હજી સુધી મંગળ પર સજીવ હોવાનો પુરાવો મળ્યો નથી.
ચંદ્ર પછી મંગળ એક જ ગ્રહ છે કે જ્યાં અવકાશયાન ઉતર્યું છે. મંગળ ઉપર અમેરિકાની નાસાના વાઈકિંગ, પાથફાઈન્ડર સ્પ્રિટ અને ઓપોર્ચ્યુનિટી યાનો ઉતરેલા.
મંગળ સૂર્યની પ્રદક્ષિણા લંબગોળ ભ્રમણ કક્ષામાં કરે છે. તેની સપાટીનું તાપમાન લગભગ માઈનસ ૫૫ સેલ્શિયલ ડિગ્રી રહે છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુઓ સર્જાય છે. શિયાળામાં તેનું તાપમાન ઘટીને માઈનસ ૧૩૩ ડિગ્રી થાય છે.
મંગળ પૃથ્વીથી ઘણો નાનો છે. પરંતુ ત્યાં સમુદ્ર નહી હોવાથી જમીનની સપાટી પૃથ્વી કરતાં વધુ છે. મંગળ ઉપર હિમાલય કરતાં પણ ઊંચો પર્વત ઓલિમ્પસ માન્સ ૭૮૦૦૦ ફૂટ ઊંચો છે.
મંગળને બે ચંદ્ર છે તેના નામ ફોબોસ અને ડીમોસ છે. મંગળ ૬૮૭ દિવસમાં સૂર્યની એક પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી પરથી મંગળ નરી આંખે દેખાય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar