કહેવતોનો સંગ્રહ
ક. કરણી તેવી ભરણી જેવું કાર્ય કરો તેવું ફળ મળે.
ખ. ખાડો ખોદે તે પડે બીજાનું બગાડવા જતાં પોતાનું જ બગડે.
ગ. ગરજ સરી ને વૈદ્ય વેરી સ્વાર્થ પૂરો થતાં સંબંધ તૂટી જાય.
ઘ. ઘેર ઘેર માટીના ચૂલા કોઈ કુટુંબ તકરાર વગરનું નથી.
ચ. ચેતેલો નર સદા સુખી વિચારીને પગલું ભરનાર સુખી થાય.
છ. છીંડે ચડયો તે ચોર ચોરી કરતાં પકડાયો તે ચોર.
જ. જેવો સંગ તેવો રંગ જેવી સોબત તેવી અસર.
ઝ. ઝાઝા હાથ રળિયામણા વધુ માણસે ઝડપી અને સારું કામ થાય.
ટ. ટીંપે ટીંપે સરોવર ભરાય થોડે થોડે મોટું કામ થાય.
ઠ. ઠન ઠન ગોપાલ સાધન કે બુધ્ધિ વગરનો.
ડ. ડુંગર દૂરથી રળિયામણા દૂરથી બધું જ સુંદર દેખાય.
ઢ. ઢીલું નું મોં વીલું કોઈપણ કામમાં ઢીલાશ રાખવાથી સફળતા મળતી નથી.
ણ. કણ કણ કરતાં મણ થાય બુદ્ધિથી બચત થાય.
ત. તેજીને ટકોરો ગધેડાને ડફણાં બુધ્ધિશાળી ઈશારામાં જ સમજી જાય.
થ. થાય તેવા થઈએ જેવા સાથે તેવા થઈએ.
દ. દાનત તેવી બરકત જેવી ઈચ્છા કરો, તેનો તેવો લાભ મળે.
ધ. ધીરજનાં ફળ મીઠાં ધીરજ રાખવાથી સારો લાભ થાય.
ન. નમે તે સૌને ગમે નમ્રતા સૌથી મોટો ગુણ છે.
પ. પારકી આશ સદા નિરાશ બીજા પર આધાર રાખવાથી નિરાશ થવું પડે.
ફ. ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે મહેનત વિના સુખી થવાતું નથી.
બ. બેની લડાઈમાં ત્રીજો ફાવે બેનાં ઝઘડામાં ત્રીજાને લાભ થાય.
ભ. ભેંસ આગળ ભાગવત અણસમજુને ઉપદેશ નકામો.
મ. મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું જ થાય.
ય. યોગી બન્યો ભોગી સંતપુરુષનું સંસારી બનવું.
ર. રાત થોડી ને વેશ ઝાઝા સમય ઓછો ને કામ વધારે.
લ.લાંબા જોડે ટૂંકો જાય,
મરે નહીં તો માંદો થાય પોતાની શક્તિ પ્રમાણે જ વર્તવું.
વ. વિનાશ કાળે વિપરીત બુધ્ધિ આપત્તિ આવવાની હોય ત્યારે અવળું જ સૂઝે.
શ. શેરને માથે સવા શેર દુનિયામાં એકબીજાથી વધુ શક્તિશાળી મળી આવે છે.
ષ. ષટનો ષટ્ક છ નો સમૂહ (છગ્ગો)
સ. સંપ ત્યાં જપ સંપથી સુખ-શાંતિ મળે છે.
હ. હસે તેનું ઘર વસે આનંદિત રહેવાથી જીવન સમૃધ્ધ બને છે.
ળ. હોળીનું નાળિયેર થવું આકૃત કે જોખમનાં કામમાં ધસી જવું.
ક્ષ. ક્ષમા કરાવે ખમા માફી મહાનતાની નિશાની છે.
જ્ઞા. જ્ઞાન બનાવે વિદ્વાન ભણતરથી જીવનનું ઘડતર થાય.
- પ્રવીણભાઈ એમ. પટેલ 'સ્વયં'
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar