ફક્ત કીડીઓ ખાઈને જીવતું : કીડીખાઉ
પ્રાણીઓ વનસ્પતિ અને માંસાહારી હોય છે અને લગભગ જાત જાતના ખોરાક લે છે. પરંતુ દક્ષિણ અમેરિકાનું વિચિત્ર પ્રાણી કીડીખાઉ બીજુ કશું જ નહીં પણ માત્ર કીડીઓ ખાઈને જ જીવે છે. તેને અંગ્રેજીમાં ' એન્ટચાઇટર' જ કહે છે.
દક્ષિણ અમેરિકાના જંગલમાં પાંચ જાતના કીડીખાઉ જોવા મળે છે. લાંબા નહોરવાળા, જાડા પગ અને નાળયા જેવું લાંબુ મોં ધરાવતુ આ પ્રાણી એકદમ કદરૃપુ લાગે છે. તેનું માં આગળથી એકદમ સાંકડુ હોય છે. તેમાં બે ફૂટ લાંબી જીભ હોય છે. તેના કાન અને આંખો માત્ર દેખાવનાં જ હોય છે.
તેને કીડી સિવાય કશું ખાવાનું હોતું નથી એટલે વધુ સાંભળવાની કે જોવાની જરૃર નથી. તે કીડીની ગંધ મેળવી લે છે અને દરમાં મોં ખોસીને લાંબી જીભ વડે કીડીઓનો શિકાર કરે છે. તેની જીભ ભીની હોય છે.
એક સેંકડમાં બે લબકારા મારે એટલે તેની જીભમાં એકસો જેટલી કીડીઓ ચોંટી જાય. તેને દાંત હોતા નથી એટલે ઝપાટા બંધ લબકારા મારી જોત જોતમાં સેંકડો કીડીઓ સ્વાહા કરી જાય.
પાંચ જાતના કીડી ખાઉમાં કેટલાક બિલાડી તો કેટલાક મોટા ઘેટાના કદના હોય છે. તેના શરીર પર ભીંગડા હોય છે. દક્ષિણ અમેરિકાના જંગલમાં કીડી અને ઉધઇના પુષ્કળ રાફડા હોય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar