એટમિક રિસોનન્સનો શોધક : આઈસીડોર રેબી
રેડિયો એકિટવ પદાર્થો સતત વિકિરણો પ્રસારિત કરતાં હોય છે. યુરેનિયમ, રેડિયમ, થોરિયમ, કાર્બન જેવા કેટલાક તત્વો રેડિયો એક્ટિવ હોય છે. આ પદાર્થોના અણુના કેન્દ્ર અસ્થિર હોય છે. તેમાં પ્રોટોનની સંખ્યા વધુ હોવાથી તે સ્થિર થવાનો પ્રયત્ન કરે છે અને ઉર્જા બહાર ફેંકે છે.
આ દરમિયાન અલુ સતત ધ્રુજારી અનુભવે છે. ધ્રુજારીનો સમયગોળો સમાન હોય છે. ધ્રુજારીના સમયગાળાને એટમિક રિસોનન્સ કહે છે. તેની શોધ આઈસીડોર રેબી નામના વિજ્ઞાાનીએ કરેલી.
આ શોધ બદલ તેને ૧૯૪૪માં સિઝિકલનું નોબેલ એનાયત થયું હતું. રેબીનો જન્મ ઇ.સ.૧૮૯૮ના જુલાઈની ૨૯ તારીખે પોલેન્ડના ગેલેશિયન ગામે થયો હતો. તેના જન્મ પછી તરત જ તેનો પરિવાર અમેરિકા જઈ વસેલો.
રેબીએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી બીએસસીની ડિગ્રી મેળવેલી. ઇ.સ. ૧૯૨૭માં નીલ બોહર જેવા અગ્રણી વિજ્ઞાાનીઓ સાથે સંશોધનો કરીને તે પીએચડી થયો હતો.
અભ્યાસ પુરો કરી તે કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો અને જીવનભર ત્યાં જ સેવા આપી. ઇ.સ.૧૯૪૮માં તેણે એટમિક રિસોનન્સની શોધ કરી હતી.
રેબીએ માસારયુસેટ્ટસ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં રડાર અને અબુ બોમ્બ પર સંશોધનો કરેલા. નાટોના સૈન્યમાં વિજ્ઞાાની તરીકે સેવા આપેલી, ઇ.સ.૧૯૮૮ના જાન્યુઆરીની ૧૧ તારીખે તેનું અવસાન થયેલું.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar