એક - શિક્ષા શિલ્પી
એકડે એક, રાખું સાચી સંયમ ટેક.
બગડે બેય, સાથે વિનય - વિદ્યા હોય.
તગડે ત્રણ, જ્ઞાન શ્રદ્ધા શીલનું શરણ
ચોગડે ચાર, મનમાં માઠું જરી ન વિચાર.
પાંચડે પાંચ, બોલું બિન કપટ સાચ.
છગડે છય, કરું રાગ રોષનો ક્ષય.
સાતડે સાત, સદા મારું પાપને લાત.
આઠડે આઠ, ભણું જિનાગમના પાઠ.
નવડે નવ, લાગે સંસાર ખારો દવ.
એકડે મીંડે દસ, રાખું રસના ઈન્દ્રિયને વશ.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar