દરિયામાં ભરતી અને ઓટ
દરિયા કિનારો એક વિશિષ્ટ ભૌગોલિક સ્થાન છે. દરિયાના પાણી હિલોળા લેતાં કિનારા સાથે અથડાય છે. સાથે સાથે તેમાં ભરતી અને ઓટ પણ થાય છે.
ભરતી એટલે દરિયાનું પાણી એક સાથે ઊંચકાઈને કિનારા ઉપર ફરી વળે. દરિયાની સપાટી વધી જાય ઓટ એટલે કિનારાનું પાણી ઉતરીને દરિયામાં પાછું જાય કિનારાનો વિસ્તાર કોરો થઈ જાય છે. ભરતી અને ઓટના ઘણા ઉપયોગ પણ છે.
પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમામ ચીજોને પોતાની સપાટી પર ખેંચીને જકડી રાખે છે. પૃથ્વીની જેમ ચંદ્રને પણ ગુરુત્વાકર્ષણ હોય છે.
ચંદ્રનું આ બળ પૃથ્વી પરની ચીજોને પોતાના તરફ ખેંચે છે પરંતુ ચંદ્રનુ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કરોડોગણું ઓછું હોવાથી તેની અસર થતી નથી. પરંતુ પાણી એવું પ્રવાહી છે કે જેના પર ચંદ્રના ગુરુત્વાકર્ષણની થોડી અસર થાય છે.
ચંદ્ર પૃથ્વીની સામે હોય ત્યારે સમુદ્ર તળાવ નદી અને ગ્લાસમાં ભરેલું પાણી પણ ચંદ્રથી આકર્ષાઈને ઉંચકાય છે. સમુદ્રના પાણીનો જથ્થો મોટો એટલે તેને આપણે ભરતી તરીકે જોઈ શકીએ છીએ.
પૃથ્વી પોતાની ધરી પર ૨૪ કલાકમાં એક ચક્ર પુરું કરે છે. તેની સામે ચંદ્ર પૃથ્વીની ફરતે છ અંશની પ્રદક્ષિણા પથ પુરી કરે છે.
એટલે પૃથ્વી પરનુ કોઈ પણ સ્થળ ચોક્કસ સમયાંતરે ચંદ્રની સામે કે વિરૃધ્ધ દિશામાં આવે છે. આ સ્થળે આવેલા સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. ભરતી અને ઓટ પણ ચોક્કસ સમયે થાય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar