Get The App

ભારતનો અજાયબ કરોળિયો : રામેશ્વરમ્ પેરેશૂટ સ્પાઇડર

Updated: Nov 25th, 2017

GS TEAM


Google News
Google News

આ કરોળિયો નાના જંતુઓના દરમાં ઝેરની પિચકારી છોડી શિકાર કરે છે. આ કરોળિયો દરિયાકાંઠે થતા તાડ કે નાળિયેરી પર રહે છે.

ભારતનો અજાયબ કરોળિયો : રામેશ્વરમ્ પેરેશૂટ સ્પાઇડર 1 - imageદક્ષિણ ભારતના પ્રખ્યાત રામેશ્વર ટાપુ પર ૨૦૦૪માં એક અજાયબ કરોળિયો મળી  આવેલો. જીવશાસ્ત્રીઓએ આ કરોળિયાને રામેશ્વરમ્ સ્પાઇડર નામ આપેલું.

કરોળિયાનું શરીર મોરના પીંછા જેવું તેજસ્વી લીલુ હોય છે અને પગ પીળા હોય છે. આ કરોળિયાને બંને બાજુ ચાર ચાર એમ આઠ પગ હોય છે. તે લગભગ ૪ સેન્ટીમીટર લાંબા હોય છે.

આ કરોળિયો નાના જંતુઓના દરમાં ઝેરની પિચકારી છોડી શિકાર કરે છે. આ કરોળિયો દરિયાકાંઠે થતા તાડ કે નાળિયેરી પર રહે છે. આ કરોળિયાના પગ આઠ ઇંચ લાંબા હોય છે.

તે ઊંચી નાળિયેરી પરથી પેરેશૂટની જેમ ઉતરાણ કરીને જમીન પરના જીવડાનો શિકાર કરે છે.  રામેશ્વર ઉપરાંત શ્રીલંકામાં પણ આ કરોળિયા જોવા મળે છે. હવે આ જાતિ લુપ્તપ્રાય થઇ ગઇ છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :