Get The App

ભારતની જાણીતી પર્વતમાળાઓ

Updated: Feb 3rd, 2018

GS TEAM


Google News
Google News
ભારતની જાણીતી પર્વતમાળાઓ 1 - image

હિમાલય પર્વતમાળા વિશ્વભરમાં જાણીતી છે પરંતુ ભારતમાં બીજી પણ પર્વતમાળાઓ આવેલી છે. આ પર્વતમાળાઓને તમે ઓળખો છો? આ પર્વતમાળાઓનો પરિચય પણ રસપ્રદ છે.

* હિમાલય : ભારતની કિનારે આવેલી હિમાલયની પર્વતમાળા વિશ્વની સૌથી ઊંચી છે. હિમાલય સળંગ ૨૫૦૦ કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને લગભગ પાંચ લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે.

* વિંધ્ય પર્વતમાળા : ભારતની મધ્યમાં આવેલો વિંધ્યાચળ પર્વત સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચો છે. ગુજરાતમાં શરૃ થઈ મધ્યપ્રદેશમાં વિસ્તરેલી આ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે.

* સાતપુડા : ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૃ થઈ મહારાષ્ટ્ર તરફ ફેલાયેલી સાતપુડા પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૦૦૦ મીટર છે.

* અરવલ્લી : સાબરમતી નદીનું મૂળ અરવલ્લી પર્વતમાં છે. રાજસ્થાનની આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે. માઉન્ટ આબુ આ પર્વતમાળાનું ઊંચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.

* સહ્યાદ્રિ : દક્ષિણ ગુજરાતમાં માથેરાનથી શરૃ થઈ મહારાષ્ટ્ર તરફ વિસ્તરેલી સહયાદ્રિ પર્વતમાળા ૧૬૦૦ કિલોમીટર લાંબી છે. તે છેક કેરળ સુધી લંબાયેલી છે. તેને વેસ્ટર્ન ઘાટ પણ કહે છે.

* જાવાડી હિલ્સ : દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી, ગોદાવરી અને મહાનદીના પટમાં આવેલી આ પર્વતમાળા ૧૦૦૦ મીટર ઊંચી છે. તમિળનાડુનું નિલગિરિ શિખર તેનું કેન્દ્ર છે. તેને ઈસ્ટર્ન ઘાટ પણ કહે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :