Get The App

ભારતમાં શોધાયેલી રમતો

Updated: Mar 24th, 2018

GS TEAM


Google News
Google News
ભારતમાં શોધાયેલી રમતો 1 - image

ભારત પ્રાચીન સંસ્કૃતિનો દેશ છે. ભારતની કેટલીક શારીરિક અને માનસિક કૌશલ્યની રમતો આજે પણ પ્રચલિત છે અને વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. કેટલીક રમતોનો પરિચય રસપ્રદ છે.

૧) કબડ્ડી : બે ટીમ દ્વારા રમવામાં આવતી કબડ્ડી કે હૂતૂતુતુ... ભારતમાં ઇ.સ. પૂર્વે ૧૫૦૦ ના ગાળામાં રમાતી કબડ્ડી લોકપ્રિય રમત અને આજે તેની સ્પર્ધાઓ યોજાય છે.

૨) લાઠી દાવ : લાઠી ફેરવવી તે એક કળા છે. લાઠી દાવ ભારતની આગવી પ્રાચીન રમત છે. બ્રિટિશરોમાં પણ તે ખૂબ લોકપ્રિય થયેલી.

૩) ચોપાટ : ચાર પટ્ટા અને ચાર ચાર સોગઠા વડે રમાતી ચોપાટ ભારતની પ્રાચીન બુધ્ધિગમ્ય રમત છે. આ રમત ચાર વ્યકિત દ્વારા પાસા ફેંકીને રમાય છે. મહાભારતમાં કૌરવો અને પાંડવો ચોપાટ રમ્યાની કથા છે. કેટલાક પ્રતમાં તેને પચ્ચીસી કહે છે. અંગ્રેજો અને મોગલોમાં તે પ્રિય રમત હતી. અંગ્રેજીમાં તેને ' લૂડો' કહે છે.

૪) બાવન પત્તાનો ગંજીફો : બાવન પ્રાંત્તા જાણીતી અને લોકપ્રિય રમત છે. બાવન પત્તા ભારતમાં શોધાયેલા વિશ્વના દેશોમાં તે જુદી જુદી રીતે રમાય છે.

૫) સાપ અને સીડી : સાપ સીડી ભારતની પ્રાચીન રમત છે. તેને મોક્ષપથ કે પરમપદ સોપાનમ કહેતા. આ માત્ર રમત નથી પણ નૈતિક મૂલ્યો શીખવે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :