બેક્ટેરિયા અને વાયરસમાં શું ફેર ?
મેલેરિયા, કોલેરા, શરદી, સ્વાઈન ફ્લુ અને એઇડ્સ કે સાર્સ જેવા રોગોની વાતમાં તમે બેકટેરિયા અને વાયરસના નામ સાંભળ્યા હશે. આ રોગો જંતુઓ દ્વારા ફેલાય છે. પણ બેક્ટેરિયા અને વાયરસ શું છે તે જાણો છો ?
બેક્ટેરિયા અને વાયરસ એક કોષના બનેલા સુક્ષ્મ જીવ છે. તે પ્રાણી, માણસ, અને માખી અને મચ્છર જેવા જીવના શરીરમાં રહીને જીવે છે અને વિકાસ પામે છે. એટલે તેને પરોપજીવી જંતુઓ કહેવાય છે, પણ બંનેમાં થોડો ફેર છે.
બેક્ટેરિયા હવા, પાણી અને વનસ્પતિ તેમજ ખાદ્ય પદાર્થોમાં પણ રહીને જીવી શકે છે. સડેલા ફળો અને વાસી ખોરાકમાં બેક્ટેરિયા હોય છે. કેટલાક બેક્ટેરિયા ખોરાક દ્વારા માણસના શરીરમાં પ્રવેશી શકે છે. પણ વાયરસની વાત જુદી છે.
વાયરસ હવા, પાણી કે કોઈ ખાદ્ય, પદાર્થ પર જીવી શક્તાં નથી. તે પ્રાણીઓના શરીરમાં લોહીમાં જ રહે છે અને જીવન વીતાવે છે. તે લોહી દ્વારા જ બીજાના શરીરમાં પ્રવેશે છે.
રોગીના ગળફા, શ્વાસ અને ઘામાંથી નીકળેલા લોહીમાં તે થોડીવાર જીવીત હોય છે. તેના સંપર્કમાં આવવાથી વાયરસનો ચેપ લાગી શકે છે. આમ વાયરસ ઘણા ભયંકર રોગો કરે છે. પરંતુ તેનો રોગ લાગવાની મર્યાદા હોય છે.
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar