ઝેરી પતંગિયું : ક્વિન એલેકઝાન્ડ્રા બર્ડ વિંગ
ફૂલો ઉપર ઉડતાં રંગબેરંગી અને સુંદર પતંગિયા પણ ઝેરી હોય તે જાણીને નવાઈ લાગે.
પપુઆન્યુગિયાનાના જંગલમાં જોવા મળતાં કિવન એલેકઝાન્ડ્રા બટર ફલાય ઝેરી હોય છે. વળી તે પતંગિયાની જાતના સૌથી મોટા કદના છે. પક્ષી જેવા મોટા એક ફૂટની પાંખ ધરાવતા આ પતંગિયા મોટા પક્ષી જેવા લાગે.
લીલા રંગની પાંખો પર કથ્થાઈ ટપકાંવાળા આ પતંગિયા ઝેરી વનસ્પતિના ફૂલોમાંથી રસ ચૂસે છે. ઇ.સ.૧૮૪૪માં તેને બ્રિટનના મહારાણીના નામ ઉપરથી નામ મળેલું અને તે ક્વિન એલેકઝાન્ડ્રા બર્ડ વિંગ તરીકે ઓળખાય.
બર્ડવિંગ હમલે પક્ષી જેવા હોય પરંતુ તે અન્ય પતંગિયાની જેમ ઇંડામાંથી ઇયળ અને કોશેટો બન્યા પછી પતંગિયા તરીકે અવતરે છે. તેનો કોશેટો આપણા અંગૂઠા જેવો મોટો હોય છે. આ પતંગિયાની જીભ લાંબી ભૂંગળી જેવી હોય છે. નર પતંગિયા નાના કદના અને તેજસ્વી રંગના હોય છે.