Get The App

વિશ્વની સૌથી મોટી વોટર સ્લાઈડ : વેરૂક્ટ

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
વિશ્વની સૌથી મોટી વોટર સ્લાઈડ : વેરૂક્ટ 1 - image

આનંદમેળા અને ફનપાર્કમાં વિવિધ જાતની રોમાંચક રાઈડ્સ માણવા જેવી હોય છે. વિશ્વનાં ઘણાં મોટા શહેરોમાં અજાયબી લાગે તેવી રાઈડ્સ જોવા મળે છે. વોટરપાર્કની મઝા જુદી છે. પાણી સાથેની આ રોમાંચક રાઈડ્સ પણ જાતજાતની હોય છે. તેમાં અમેરિકાના કેન્સાસ શહેરમાં આવેલી વિશ્વની સૌથી મોટી વોટર કોસ્ટર રાઈડ તો ગજબ છે. તેનું નામ વેરૂક્ટ છે. વેરૂક્ટ એટલે 'પાગલપન'

વેરૂક્ટ ૫૧ મીટર ઊંચાઈએથી ૬૦ અંશના ખૂણે જમીન પર પાણીનો ધોધ વહાવે છે. ૧૦૫ કિલોમીટરની ઝડપે ચાલતી આ રાઈડ ભારે રોમાંચક છે. ૨૦૧૪માં બંધાયેલા આ કોસ્ટરનો સહેલાણી ૧૨૦ ફૂટની ઊંચાઈએથી નીચે આવે છે. આ ઊંચાઈ નાયગ્રાના ધોધ કરતાં ય વધુ છે. રાઈડ્સને ૧૭ માળ છે. આખુ માળખું ૧૧ માળના મકાન કરતાંય ઊંચું છે. ૪૫ કિલોના રાફટ  કન્વેયર બેલ્ટ વડે સહેલાણીને ટોચે પહોંચાડે છે અને ૧૦૫ કિલોમીટરની ઝડપે ૬૦ અંશના ખૂણે જમીન તરફ ધસે છે. કેન્સાસ જતાં સહેલાણીઓ આ રાઈડનો રોમાંચ અચૂક માણે છે.