For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ : ગંગા ડેલ્ટા

Updated: Sep 15th, 2023

વિશ્વનો સૌથી મોટો મુખત્રિકોણ : ગંગા ડેલ્ટા

પ વન અને પાણીના પ્રવાહો જમીન પર ઘસારો કરી અવનવા રંગરૂપ અને આકાર ઊભા કરે છે. તેમાંય પર્વતમાંથી નીકળતી નદી સમુદ્રને મળે છે ત્યાં સુધીના વિસ્તારમાં ઘણા મોટા ફેરફારો કરે છે. નદીના પાણીનો પ્રવાહ અને 

પૂર જમીન પર ભારે ઉથલપાથલ સર્જે છે. ખાસ કરીને સમુદ્રમાં ભળે છે તે સ્થળના દરિયા કિનારે નદીમાં ઘસડાઈને આવેલો કાંપ જમા થાય છે. નદી સમુદ્રને મળે ત્યારે અનેક શાખાઓમાં વહેંચાય છે. આ સ્થાનને નદીનું મુખ કહેવાય છે. નદીના મુખ પર તો ત્રિકોણાકાર જમીનનો ભાગ ઘણી રીતે મહત્ત્વનો ગણાય છે. વિશ્વભરમાં સૌથી મોટો મુખ ત્રિકોણ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. મુખ ત્રિકોણને ડેલ્ટા કહે છે. ભારતની બે મોટી નદીઓ ગંગા અને બ્રહ્મપુત્રા જ્યાં સમુદ્રને મળે છે ત્યાં આ ડેલ્ટા બન્યો છે. ભારત અને બાંગ્લાદેશ એમ બે દેશોમાં વહેંચાયેલા આ ડેલ્ટા ૧૦૫૦૦૦ ચો.કિ.મીના વિસ્તારમાં ફેલાયેલો છે. ચીકણી માટીવાળો આ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ ગણાય છે. ગંગા નદી પર નિર્ભર છે અને વિશ્વમાં સૌથી વધુ વસ્તીવાળો મુખત્રિકોણ છે. અહીનું સુંદરવન જાણીતું છે. હિમાલયની પર્વતમાળાથી આવતી ગંગા જમુના, અને બ્રહ્મપુત્ર નદીઓનો પ્રવાહ સમુદ્ર નજીક આવતા ધીમો પડે છે અને પ્રવાહમાં આવતા ફળદ્રૂપ કાંપ જમીન પર ઠરે છે. ગંગાનો ડેલ્ટા વિશ્વભરમાં સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે.

Article Content Image

- સ્કેનર મશીન કઈ રીતે કામ કરે છે?

સ્કે નર મશીન તમે મુકેલા કાગળો પરના ચિત્ર કે લખાણની આબેહૂબ નકલ બીજા કાગળ પર લઈ આપે છે. ગણતરીની મિનિટોમાં જ આ નકલ કેવી રીતે તૈયાર થાય છે તે જાણો છો ? ઝેરોક્ષ મશીનમાં વીજળીનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક કરેટ બે પ્રકારના હોય છે. સ્ટેટિક ઇલેક્ટ્રિસીટી  એટલે કે સ્વિટ વિધેય પોઝીટીવ અને નેગેટીવ ચાર્જ ઉત્પન્ન કરે છે લોહચુંબકની જેમ આ બંને ચાર્જ પણ આકર્ષણ કે અપાકર્ષણ કરે છે. બે પોઝિટીવ ચાર્જ નજીક આવે તો માત્ર એકબીજાના આકર્ષાઈને ચોંટી જાય છે. ઝેરોક્ષ મશીનમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે.

સ્કેન મશીનમાં સાદા કાચ ઉપર કાગળ મૂકવામાં આવે છે. કાચની નીચે એક પટ્ટી હોય છે જેને ફોટોરીસેપ્ટર કહે છે. આ પટ્ટી ચિત્રને સ્કેન કરે છે. સ્કેન થતી વખતે કાચ ઉર પડતા પ્રકાશ તમે જોયા હશે. આ પ્રકાશથી કાચની સપાટી પર પોઝીટીવ ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે. પ્રકાશના કિરણો ફોટોન કણોમાં બનેલા છે. સ્કેનિંગ વખતે આ કણો માત્ર કાગળના સફેદ ભાગમાંથી પસાર થાય છે. કાગળમાં ચિત્ર કે લખાણના કાળા ભાગમાં રહેલા ચાર્જને તે દૂર કરે છે કે તટસ્થ કરી નાખે છે.

આમ ફોટો રીસેપ્ટરમાં માત્ર કાળા રંગવાળા ચિત્રનું અંકન થાય છે. ફોટો રીસેપ્ટરમાં સ્ટોર થયેલું આ ચિત્ર કોમ્પ્યુટર ઉકેલી આપે છે અને આબેહૂબ નકલની પ્રિન્ટ આપે છે.

Article Content Image

- આપણા દેશનું આગવું જળાશય ઃ વાવ

જ મીનના પેટાળમાં પાણીના સ્ત્રોતો હોય છે. બોરિંગ કરીને કે કૂવા ખોદીને પાણી મેળવી શકાય છે. કૂવા એ મહત્ત્વના જળસ્ત્રોત છે. ઓછી ઊંડાઇએ આવેલા જળસ્ત્રોતની આસપાસ બાંધકામ કરીને પાણી સુધી પહોંચી શકાય તેવા પગથિયાવાળા કૂવાને વાવ કહે છે. ભારતમાં ઘણી બધી કલાત્મક અને જોવાલાયક વાવ આવેલી છે. હિન્દીમાં તેને બાઉલી અને અંગ્રેજીમાં સ્ટેપવેલ કહે છે. ભારતની કેટલીક સુપ્રસિદ્ધ વાવનો ટૂંકો પરિચય પણ રસપ્રદ છે.

ચાંદ બાઉલી ઃ ભારતની સૌથી ભવ્ય રાજસ્થાનની ચાંદ વાવ ૧૩ માળની છે. તેમાં ૩૫૦૦ જેટલા પગથિયા છે દરેક માળે નાનકડી દેરીઓ, સ્તંભો અને છાજલી જોવા મળે છે. ભરપુર કલાત્મક કોતરણીવાળી આ વાવ સૌથી જૂની છે.

ગુજરાતની પાટણની રાણકી વાવ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી છે. બીજી અડાલજની વાવ પણ આકર્ષણનું કેન્દ્ર છે.

આ ઉપરાંત રાજસ્થાનના બુંદીની રાણીની વાવ દિલ્હીમાં અગ્રસેનની વાવ અને રાજોકી બાઉલી જોવા જેવી છે.

Article Content Image

- પાણી વિના જીવી શકતો રણકાચબો

કા ચબો એ જળચર પ્રાણી ગણાય છે. પરંતુ મોટા ભાગના કાચબા ઉભયજીવી એટલે કે પાણી તેમજ જમીન એમ બંનેમાં રહે છે. તેમાંય ઉત્તર અમેરિકામાં જોવા મળતો રણકાચબો તો પાણી વિના પણ ઘણા દિવસ જીવી શકે છે. અમેરિકાના કેલિફોર્નિયાનો રાજ્યકાચબો છ ઇંચ ઊંચો અને ૯ થી ૧૫ ઇંચ લાંબો છે. આ કાચબો ૮૦ વર્ષ સુધી જીવે છે. તેની પીઠ પરનું કવચ લીલા રંગનું અને ઘુમ્મટની જેમ વધુ ઉપસેલું હોય છે. તેના પગ ચપટાં નહોરવાળા હોય છે કે જેથી જમીન ખોદીને દર બનાવી શકે છે. આ કાચબા રણમાં થતી થોર જેવી વનસ્પતિ ખાઈને જીવે છે.

રણકાચબા પ્રચંડ ગરમી સહન કરી શકે છે અને ગરમીથી બચવા જમીનમાં ઊંડા દર ખોદી ભૂગર્ભમાં ચાલ્યા જાય છે. ઉનાળાના ત્રણથી ચાર મહિના તે ૬ ફૂટ ઊંડા દરમાં ભરાઈને સુષુપ્તાવસ્થામાં રહે છે. રણમાં પાણીની અછત હોય એટલે આ કાચબાને પાણી વિના જ ચાલાવી લેવાની કુદરતી બક્ષિસ છે. તેના શરીરમાં તે પાણીનો સંગ્રહ કરી રાખે છે.

Article Content Image

- ઓલિમ્પિક રમતો વિશે આ જાણો

*ઓલિમ્પિક વિશ્વનો રોમાંચક રમતોત્સવ અને સ્પર્ધા છે. વિશ્વભરના દેશોના ખેલાડીઓ તેમાં ભાગ લે છે. ઓલિમ્પિકનો મેડલ જીતવો તે ગૌરવની વાત છે. ઓલિમ્પિક વિશ્વની પ્રાચીન પરંપરા છે.

*ઈ.સ. પૂર્વે ૭૭૬માં ગ્રીસના ઓલિમ્પિયા શહેરમાં ઓલિમ્પિક સ્પર્ધા શરૂ થઈ  હતી. તેમાં માત્ર દોડવાની હરીફાઈ હતી.

*આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત એથેન્સમાં ઈ.સ. ૧૮૯૬માં થયેલી. પ્રથમ ઓલિમ્પિકમાં ૧૪ દેશના ૨૪૫ પુરૂષ ખેલાડીઓ હતા અને ૪૩ રમત હતી.

*પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ માનવામાં આવતો તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક મશાલ રખાયું. ઓલિમ્પિકની મશાલ ઓલમ્પિયાના હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાતી.

*ઈ.સ. ૧૯૦૦માં બીજી ઓલિમ્પિક પેરિસમાં યોજાયેલી તેમાં ૨૬ દેશના ૧૩૧૯ રમતવીરો અને ૭૫ રમત હતી. ૧૨ મહિલા રમતવીરોએ પ્રથમવાર ભાગ લીધો.

*૧૯૦૮માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ૧૦૦ રમતોમાં ૨૦૦૦થી વધુ ખેલાડી હતા.

*ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ પાંચ રંગ વિશ્વના પાંચ ખંડનું પ્રતીક છે.

*ઈ.સ. ૧૯૨૦ની ઓલિમ્પિકમાં ૧૫૦૦૦ મીટર દોડમાં મેડલ જીતનાર ફિલિપ નોએલ બેકરને ૧૯૫૯માં શાંતિનું નોબેલ મળેલું.

Article Content Image

- મીણબત્તીની જ્યોતનું વિજ્ઞાાન

વી જળીના બલ્બની શોધ પહેલા રાત્રે પ્રકાશ મેળવવાનું મુખ્ય સાધન મીણબત્તી હતી. મીણબત્તીની પ્રકાશ આપતી જ્યોતનું અનોખું વિજ્ઞાાન છે. ગરમીથી મીણ પીગળે અને દિવેટ મારફત ઊંચે ચઢી સળગે અને જ્યોત બને. મીણ બળે છતાંય કેટલુંક મીણ રેલાઈને ફરીથી જામતું જાય.

મીણબત્તીમાં પીગળેલું મીણ વધુ ગરમી મળતાં વરાળ બને છે. મીણની આ વરાળ અન્ય ગેસની જેમ જ સળગે છે. તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઈડ છૂટો પાડે છે. આ ગરમીને થર્મલ એનર્જી કહે છે. રસાયણમાં સંગ્રહ થયેલી ઉર્જા આપણે મેળવીએ છીએ. મીણબત્તીનું મીણ પીગળીને સળગે ત્યારે ઓક્સિજનનો પૂરો ઉપયોગ થતો નથી. અને તેમાં હવા પણ ભળે છે. ધીમે ધીમે સળગતા મીણના સુક્ષ્મ કાર્બન કણો ફેલાય છે. આ કાર્બન કણો ગરમીને કારણે પીળો પ્રકાશિત રંગ ધારણ કરે છે જે આપણને પીળી જ્યોત સ્વરૂપે દેખાય છે અને પ્રકાશ આપે છે. આમ મીણબત્તીની જ્યોત મીણ નહીં પણ કાર્બનના પ્રકાશિત કણોની બનેલી છે. ફાનસ, કેરોસીન કે તેલના દીવા પણ આ રીતે ધીમે ધીમે દહન થઈને પ્રકાશ આપે છે. પ્રકાશ એ થર્મલ રેડિએશન છે.

Article Content Image

ખોરાકમાં મીઠાની જરૂર

મી ઠાઈ સિવાયની દરેક વાનગીમાં મીઠું નાખવામાં આવે છે. મીઠા વિનાના દાળશાક બેસ્વાદ લાગે. આપણે સ્વાદ માટે મીઠાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ  આપણા શરીરને મીઠાની જરૂર પણ છે. મીઠું એક સામાન્ય ક્ષાર છે તેનું રાસાયણિક નામ સોડિયમ કલોરાઈડ છે. સોડિયમ અને કલોરાઈડ ધાતુઓ છે. મગજના જ્ઞાાનતંતુઓનું સંદેશાવહન વીજપ્રવાહથી થાય છે.  એટલે શરીરને ધાતુરૂપી ક્ષારની જરૂર પડે છે. આપણા શરીરમાં ૦.૨૮ ટકા મીઠુ હોય છે. માણસ ઉત્પત્તિકાળથી જ ખોરાકમાં ક્ષારોનો  ઉપયોગ કરે છે.Gujarat