Magazines

લાકડા તોડતું પંખી લક્કડખોદ .

By GS TEAM
27 Feb 20261 min read
લાકડા તોડતું પંખી લક્કડખોદ                 .

પક્ષીઓમાં લક્કડખોદ અનોખું છે. સખત લાકડામાં ચાંચ મારીને બાકોરું પાડવામાં ઉસ્તાદ એવા આ પક્ષીને અંગ્રેજીમાં પણ વૂડપેક્ર કહે છે. માત્ર ૩ થી ૪ ઇંચ લાંબુ નાનકડું પક્ષી એક સેંક્ડમાં ચાંચ વડે ૨૦ વખત ટોચા મારે છે. 

વિશ્વમાં લગભગ ૧૮૦ જાતના લક્કડખોદ જોવા મળે છે. તેની જીભ લાંબી હોય છે. વૃક્ષોના થડમાં ચાંચ વડે છિદ્ર પાડીને તેમાં જીભ ખોસી અંદર રહેલી જીવાતનો શિકાર કરે છે.  લક્કડખોદની જીભ ચાર ઇંચ જેટલી લાંબી હોય છે. ક્યારેક તો તે જીભ પાઘડીની જેમ માથા ઉપર વીંટાળી દે છે. લક્કડખોદના પગ મજબુત હોય છે. એકજ સ્થાને બેસીને સતત લાકડા ટોચવાનું કામ કરવાનું એટલે પગ તો મજબુત જોઈએ. તેના પગમાં અણીદાર નખ વાળા બે અંગુઠા હોય છે. ઝાડના થડ ઉપર નખ ખોસીને તે પક્કડ મજબુત બનાવે છે. લક્કડખોદ અન્ય પક્ષીઓની જેમ ગીત ગાતું નથી. પણ ચાંચ પછાડી લયબદ્ધ સંગીત પેદા કરે છે અને અન્ય લક્કડખોદને સંદેશ આપે છે.