દક્ષિણ ધ્રુવની અજાયબ ભૂગોળ
દક્ષિણ ધ્રુવ (એન્ટાર્કટીકા) વિશ્વનું સૌથુ મોટું રણ છે.
દક્ષિણ ધ્રુવ સૌથી ઠંડો, સૌથી ઊંચો, સૌથી વધુ પવનવાળો અને સૌથી સૂકો ખંડ છે.
દક્ષિણ ધ્રુવના હાઈરિજ વિસ્તારમાં તાપમાનનો પારો માઇનસ ૯૩ ડિગ્રી રહે છે.
દક્ષિણ ધ્રુવ પર સૌથી ઊંચુ તાપમાન ૧૮ સેન્ટ્રીગ્રેડ નોંધાયું હતું.
વિશ્વના મીઠાપાણીનો ૯૦ ટકા હિસ્સો દક્ષિણ ધ્રુવમાં બરફ સ્વરૂપે સચવાયેલો છે.
દક્ષિણ ધ્રુવની પ્રથમ સફર ઇ.સ.૧૮૨૦માં રશિયન સાહસિકોએ કરેલી.
દક્ષિણ ધ્રુવના કેટલાક વિસ્તારોમાં લાખો વર્ષથી વરસાદ કે બરફવર્ષા થઈ નથી. ત્યાં માત્ર જામેલો બરફ જ છવાયેલો છે.
ચીલીએ દક્ષિણ ધ્રુવ પર એક ગામ વસાવ્યું છે. વિલા લા એસ્ટ્રેલાસ નામના ગામમાં કાયમ લગભગ ૧૩ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન રહે છે. આ ગામમાં શાળા, કોલેજ, ચર્ચ, પોસ્ટ ઓફિસ, બેન્ક, ટીવી અને મોબાઈલ ટાવર અને ઇન્ટરનેટ પણ છે.
દક્ષિણ ધ્રુવ એક માત્ર ખંડ છે કે જ્યાં ટાઇમઝોન નથી.
દક્ષિણ ધ્રુવ પરનું બરફનું પડ ૪ કરોડ વર્ષથી અકબંધ છે.
દક્ષિણ ધ્રુવ પર વિશ્વના ૩૮ દેશોએ કરાર કરીને સેના પ્રવૃત્તિ, ખાણ ખોદકામ, અણુધડાકા કરવા પર પ્રતિબંધ છે. અને ન્યુકિલયર કચરો પણ ત્યાં ફેંકી શકાતો નથી.
દક્ષિણ ધ્રુવના બરફ વિસ્તાર હેઠળ લગભગ ૩૦૦ જેટલા તળાવ છે. જે પૃથ્વીના પેટાળની ગરમી ને કારણે થીજી જતાં નથી.
દક્ષિણ ધ્રુવપર એક જવાળામુખી પણ છે. જેની ટોચેથી બરફના કણો બહાર ફેંકાય છે.
દક્ષિણ ધ્રુવમાં લગભગ સાત જેટલા ચર્ચ છે.
દક્ષિણ ધ્રુવની જમીન વિસ્તાર પર ઓસ્ટ્રેલિયા સૌથી વધુ અધિકાર ધરાવે છે. લગભગ ૨૦ લાખ ચોરસ કિલોમીટર તેના તાબામાં હોવાનો દાવો કરે છે.