તં દુરસ્ત રહેવા માટે એક કહેવત છે 'દૂધ ચાવીને ખાવ અને અનાજ ચાવીને પીઓ' આપણું મોં ખોરાકનું પ્રવેશદ્વાર છે. ખોરાક રોજિંદી શક્તિ મેળવવા અને શરીરનો વિકાસ કરવા લેવો પડે છે. તેમાં સ્વાદની ભૂમિકા મહત્વની છે. ખોરાકનું પાચન મોંમાં જ શરૂ થાય છે. મોંમાં ઉત્પન્ન થતી લાળ ખોરાકના પાચનમાં ઉપયોગી છે. લાળમાં ટાયલીન નામનું દ્રવ્ય છે જે ખોરાકમાંની સાકરને ગ્લુકોઝમાં ફેરવે છે. દૂધ ધીમે ધીમે મોંમાં વધુ સમય રહે તો લાળ સારી રીતે ભળે અને તેનું સારી રીતે પાચન થાય. ઘન ખોરાકને લાળમાં ભેળવવા ચાવીને એકરસ કરવો પડે. વળી ખોરાકને ચાવીને સહેલાઈથી ગળે ઉતરે તેવો બનાવવો જરૂરી છે. દરેક સસ્તન પ્રાણીઓ ખોરાકને ચાવીને જ ખાય છે. ખોરાક વધુ ચાવવાથી સ્વાદિષ્ટ લાગે છે. સ્વાદ વધુ લાળ પેદા કરવાનું પરિબળ છે.
ખોરાકને ચાવીને કેમ ખાવો પડે? .


