પ્રાણીઓની પૂંછડી તેનું મહત્ત્વનું અંગ છે. કેટલાક મોટા પ્રાણીઓ પૂંછડી વિંઝી મચ્છર જેવા જંતુઓને ઉડાડે છે તો કોઈ
પૂંછડી હલાવીને પોતાની વાત પણ રજુ કરે છે. પરંતુ પૂંછડીનો સૌથી મોટો ઉપયોગ શરીરનું તાપમાન જાળવવામાં થાય છે. ઉંદરની પૂંછડી તેના શરીર કરતાંય લાંબી હોય છે. ઉંદર માટે પૂંછડી એક વધારાનું કામ કરે છે. પૂંછડી દ્વારા ઉંદરની શરીરની વધારાની ગરમીનો નિકાલ થાય છે અને શરીરનું તાપમાન જળવાય છે. ઉંદર પોતાની પૂંછડીમાં વહેતા લોહીમાં વધધટ કરી શકે છે. ઠંડીમાં વધુ ગરમીની જરૃર હોય ત્યારે પૂંછડીમાં લોહી ઘટાડીને ગરમી સાચવી રાખે છે. પૂંછડીને કારણે જ ચાર પગનો ઉંદર દોરડા પર પણ ચાલી શકે છે. વળી વાસણની પાતળી ધાર ઉપર બેસીને તે આગળ ઝૂકીને ખોરાક લઈ શકે છે. આ સમયે સમતોલન જાળવવા પૂંછડીનો ઉપયોગ થાય છે. આમ પૂંછડી તેના પાંચમાં ભાગ જેટલી જ ઉપયોગી છે.


