ફેબ્રુઆરી માસના દિવસ 28 કેમ?
મહિનાના નામ અને ૧૨ માસનું અંગ્રેજી કેલેન્ડર પ્રાચીન રોમમાં શરૂ થયેલું. તે સમયે વસંત ઋતુમાં વર્ષ શરૂ થતું એટલે માર્ચ પહેલો મહિનો અને ફેબ્રુઆરી છેલ્લો મહિનો હતો. જુલાઈ અને ઓગસ્ટ માસના નામ રોમન સમ્રાટોના નામ ઉપરથી રખાયા. તે સમયે દરેક માસ ૩૦ દિવસનો હતો. પરંતુ પૃથ્વી ૩૬૫ દિવસે એક પ્રદક્ષિણા કરે છે એટલે વર્ષના ૩૬૫ દિવસ થાય. આ ગણતરી પુરી કરવા કેટલાક માસમાં ૩૧ દિવસ કરાયા. રોમના બીજા રાજવી નુમા પોમ્પીલસે વધુ ચોકસાઈ માટે ફેબ્રુઆરી મહિનાના દિવસ ૨૮ નક્કી કર્યા અને દર ચાર વર્ષે તેમાંય એક દિવસ ઉમેરી ૨૯ દિવસ કરાયા તેને લીપ યર કહે છે. ફેબ્રુઆરી મહિનો શુધ્ધિનો મહિનો ગણાય છે. હવેનું વર્ષ ૩૬૫.૨૫ દિવસનું બન્યું. ચાર વર્ષની ઘટ લીપ યરમાં પુરી થઈને આ સરેરાશ જળવાય છે.