Magazines

ચકડોળ કે રાઈડમાં બેસવાથી ચક્કર કેમ આવે છે?

By GS TEAM
22 May 20261 min read
ચકડોળ કે રાઈડમાં બેસવાથી ચક્કર કેમ આવે છે?

આનંદમેળામાં ચકડોળ અને વિવિધ રાઇડ્સનો આનંદ રોમાંચક છે. પરંતુ ઝડપથી ફરતી ચકડોળમાં બેસવાથી આપણને ચક્કર ચડે છે. થોડીવાર તો સમતોલન જાળવવું અઘરૃં પડે અને આસપાસની વસ્તુઓ ફરતી હોય તેવો આભાસ થાય. તમે જાણો છો કે આવુ થવાનું કારણ આપણા કાન છે. આપણા કાનના આંતરિક ભાગમાં શરીરનું સમતોલન જાળવવાના કોષો હોય છે. તેને વેસ્ટી બ્યૂલર સિસ્ટમ કહે છે. કાનની પાછળના ભાગે યુસ્ટેચિપન નળી હોય છે. નળી વલયાકાર હોય છે. તેમાં પ્રવાહી ભરેલુ હોય છે. નળીનું પ્રવાહી  પૃથ્વીની સપાટીને સમાંતર રહે છે. ઝડપી ચક્રાકાર ગતિ કે વાહનની ઝડપને કારણે આ પ્રવાહી એક તરફ થઈ જાય છે. એટલે સમતોલન જળવાતુ નથી. પાતળી ધાર પર કે ઢોળાવ પર ચાલતી વખતે આપણે માથું એક તરફ નમાવી સમતોલન જાળવવાનો પ્રયાસ કરીએ છે. વેસ્ટીબ્યુલર તંત્ર નું પ્રવાહી સંવેદક કોષો દ્વારા મગજને સ્થિતિના સંદેશા આપતું રહે છે. ચક્કર ચડવાની સ્થિતિ થોડી વાર જ રહે છે. શરીર સ્થિર થાય એટલે સ્થિતિ સામાન્ય થઈ જાય છે.