Get The App

એક જ સ્થિતિમાં લાંબો સમય બેસવાથી ખાલી કેમ ચડે છે?

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
એક જ સ્થિતિમાં લાંબો સમય બેસવાથી ખાલી કેમ ચડે છે? 1 - image


એક જ સ્થિતિમાં લાંબો સમય બેસી રહેવાથી હાથપગમાં ખાલી ચઢી જાય અને ઝણઝણાટીનો અનુભવ થાય છે. લાંબા પ્રવાસમાં વાહનમાં બેસી રહેવાથી આવો અનુભવ ઘણાને થતો હશે. આ જાણીતી વાત છે. શરીરના અંગોને હલનચલન કરવા મગજ આદેશ આપે છે. મગજના આ સંદેશ વિદ્યુત રસાયણોની આવ-જાથી થાય છે. ચેતાતંત્રના સોડિયમ અને પોટેશિયમ નામના રસાયણો આ કામ કરે છે. આ રસાયણો લોહી સાથે શરીરમાં ફરતાં હોય છે અને જરૂર પડે ત્યારે ઉપયોગી થાય છે. એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધામાં લોહીનો પ્રવાહ રૃંધાય છે અને રસાયણોની માત્રા ઘટે છે જેથી ખાલી ચડી જાય છે અને જ્ઞાાન તંતુઓમાં ઝણઝણાટી થાય છે. થોડા હલનચલન પછી લોહીનો પ્રવાહ યથાવત થઈ  જતાં ખાલી ઉતરી જાય છે.


Google NewsGoogle News