Get The App

ગેસની જ્યોત પ્રકાશને બદલે ગરમી કેમ આપે? .

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
ગેસની જ્યોત પ્રકાશને બદલે ગરમી કેમ આપે?                      . 1 - image

કોઈપણ ચીજ સળગે ત્યારે અગ્નિની જ્વાળા, ભડકો કે જ્યોત ઉત્પન્ન થાય. મીણબત્તી, દીવા, ફાનસ વિગેરેમાં મીણ કે તેલ ધીમે-ધીમે દહન થતું હોવાથી જ્યોત બને છે. કોઈ પણ વસ્તુ સળગે તેને દહન થતું કહેવાય. આ ક્રિયા દરમિયાન કાર્બનના કણો સળગતાં હોય છે અને વાતાવરણમાંનો ઓક્સિજન તેને મદદ કરે છે. દહન ધીમું થાય ત્યારે ગરમી ઓછી પ્રકાશ વધુ મળે. સ્ટવ, ગેસના ચૂલા વિગેરેમાં ઝડપથી બળતણ પુરું પાડવા માટે હવાનું દબાણ અપાય છે. એટલે તેમાનું કેરોસીન ઝડપથી સળગે છે પરિણામે ગરમી વધુ અને પ્રકાશ ઓછો હોય છે. સ્ટવ, ગેસ વિગેરેના બર્નર વધુ ગરમી મેળવવા માટે બનેલા હોય છે તેથી તેમાં ઝડપથી હવા અને ઈંધણ 

દબાણપૂર્વક ઝડપથી બહાર આવે તેવી ગોઠવણ હોય છે. તેથી જ તેની જ્યોત ગરમી વધુ આપે છે અને ભૂરા રંગની હોય છે.