Get The App

જે જે વિલાયતી જે જે .

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
જે જે વિલાયતી જે જે                                     . 1 - image

ગાંધી બાપુ આફ્રિકામાં વિલાયતી પોશાકમાં રહેતા. તેમના વ્યવસાય માટે તે જરૂરી હતું. તેઓ ત્યાં વકીલાત કરતા હતા.

જ્યારે તેમને ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યા ત્યારે પણ તેઓ વિલાયતી પોશાકમાં જ હતા.

ભારત પધારતાં જ તેમણે વિદેશી પોશાકનો ત્યાગ કર્યો અને પછી તો એક વસ્ત્ર ધોતીમાં જ જીવન વીતાવ્યું.

સાબરમતી આશ્રમમાં તેઓ એકવસ્ત્રી જ રહેતા અને બધા કામકાજ કરતા. પાછળથી જ્યારે ગોળમેજી પરિષદની ચર્ચા માટે વિલાયત ગયા ત્યારે પણ તેઓ એકવસ્ત્રી ખાદીની ધોતીમાં જ હતા. તેઓ ગયા હતા, આઝાદીની ચર્ચા માટે. ત્યાં દરેક રીતે ભારતીય જ રહ્યા. કોઈકે તેમને 'નગ્ન ફકીર' કહ્યા, કોઈકે તેમને 'એકવસ્ત્રી ભિક્ષુક' કહ્યા. કોઈએ વળી 'ઉઘાડા માનવી'નો ય ખિતાબ આપી દીધો.

જેને જે કહેવું હોય તે કહે. ગાંધીજી પોતે જે કરવું હોય તે જ કરતા. જે માનતા તે જ કરતા.

ગાંધી આશ્રમમાં તેમને મળવા માટે જે 'કરિઅપ્પા પધાર્યા' તેમનું જીવન વિલાયતમાં જ પસાર થયું હતું. એકદમ વિલાયતી પોશાકમાં હતા તેઓ. બાપુ ત્યારે રેંટિયો કાંતતા હતા. તેમણે શ્રી જે કરિઅપ્પાને કહ્યું : 'પધારો જે જે. પણ ઊભા રહો. તમે તો ઇસ્ત્રી-ટાઈટ પોશાકમાં છો, અમારી જેમ બેસશો કેવી રીતે ?

કાકાશ્રી !'

તેમણે કાકા કાલેલકરને બૂમ પાડી : 'જે જે સાહેબને માટે ખુરશી લાવશો ?'

કાકાસાહેબે તરત જ ખુરશી રજૂ કરી.

બાપુ કહે : 'જે જે ! તમે હિસાબકિતાબમાં નિષ્ણાત છો. અમારા ભંડોળનું કામ તમે સંભાળશો ? અમને તમારી ઉપર ખાતરી છે કે તમે એક પાઈની પણ ભૂલચૂક કરતા નથી.'

જે જે તો બાપુનો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા હતા. પાછા વિલાયત જવાના હતા. બાપુએ તેમને કામ જ ચીંધી દીધું.

આવ્યા મળવા તે બેસાડયા દળવા.

મૂછમાં હસીને બાપુએ જે જે સામે જોયું. જે જે કહે : 'પણ મારો પોશાક તો વિલાયતી છે.'

'કંઈ વાંધો નહિ.' બાપુ કહે : 'અહીં ખાદીના સ્યૂટ પણ તૈયાર થાય છે.'

જે જે ભલે વિલાયતી પોશાકમાં રહ્યા, પણ ફંડફાળાથી માંડીને તમામે તમામ આવક-જાવકનો એવો હિસાબ રાખ્યો કે પાછળથી તેમને ઊંચી કક્ષાના હિસાબનીશનો હોદ્દો મળી ગયો.

જ્યારે ઉપરની વાત થઈ ત્યારે વિલાયતી બાપુ એકદમ તૈયાર ન હતા. તેઓ બાપુને કંઈક કહેવા જતા હતા ત્યાં જ બાપુએ કહિ દીધું, 'જે જે.'

'મને વિચારવા માટે થોડો સમય...?'

'જે જે.'

'બાપુ...!'

'જે જે.'

બાપુના જે-જે આગળ કોઈનું શું ચાલે ? તેમને કામ સ્વીકારવું જ પડયું. આજીવન એ સાબ દેશનો હિસાબ કરતા રહ્યા જે જે.