ડ્રેગન એટલે ક્યું પ્રાણી ?
વિ કરાળ ચહેરો, લાંબા લાંબા દાંત, લાલઘૂમ મોટી આંખો સર્પાકાર શરીર અને મોંમાંથી આગ ઓકતાં ડ્રેગનના ચિત્રો અને ફિલ્મો તમે જોયા હશે. ચીન અને જાપાનમાં આ પ્રાણીઓ લોકપ્રિય છે. ચીનને ડ્રેગન દેશ જ કહે છે. ડ્રેગન કોઈ જીવિત પ્રાણી નથી પરંતુ ચીન સહિત કેટલાંક દેશોમાં પ્રચલિત પૂરાતન વાર્તાના કાલ્પનિક પ્રાણી છે.
ડ્રેગન શરીરે ભિંડગાવાળા સર્પાકાર હોય છે. તે ઊડી શકે છે અને આગ ઓકે છે તે ઉપરાંત દૈવી શક્તિ ધરાવે છે તેવી માન્યતા છે. કેટલાંક ડ્રેગન વિકરાળ હોય છે તો કોઈ ડ્રેગન સંત કે દેવ જેવા હોય છે. ચીન અને જાપાનમાં ડ્રેગન લોકપ્રિય છે. જાતજાતની પરંપરાગત વાતો તેની સાથે વણાયેલી છે. ડ્રેગન ક્યારેય પૃથ્વી પર હતા નહીં.