પ્રિન્ટિંગ ટેકનોલોજીની શરૂઆત ક્યારે થઈ ?
પ્રિ ન્ટિંગ ટેકનોલોજીનો વિકાસ થયો એ પહેલાં પુસ્તકો હાથથી લખવામાં આવતા હતા, પણ આ રીતે પુસ્તકઓ તૈયાર કરતાં વર્ષો લાગી જતા. છાપખાનાની શોધને કારણે કામ ઘણું સરળ બનવા લાગ્યું. સૌ પ્રથમ છાપવાનું કામ ચીનમાં શરૂ થયું. ૧૫મી સદીની મધ્યમાં સૌ પ્રથમ છાપખાનું જર્મનીના જ્હોન ગુટનબર્ગે બનાવ્યું. જો કે, ૧૯ મી સદીમાં જ્યારે વરાળ અને વીજશક્તિની શોધ થઈ ત્યાર પછી મુદ્રણકલાનો વિકાસ પણ ઝડપથી થયો. એ વખતે ટાઈપ કમ્પોઝિંગ મશીનની શોધ થઈ. એ પહેલાં કમ્પોઝિંગ હાથથી કરવામાં આવતું હતું. વળી, એમાં ખૂબ જ સમય જતો. જો કે, આજે તો છાપકામમાં ધરમૂળથી ફેરફારો થયા છે. હવે તો આધુનિક ફોટો કમ્પોઝિંગ મશીનો કમ્પ્યૂટરથી ચાલતા થઈ ગયા છે.