સાચી સુંદરતા કઈ? .
- માઘવી આશરા
સોમુ નામે એક ખૂબ જ સુવાળું, રૂપાળું અને સુંદર સસલું હતું. તેના ધોળા-ધોળા દૂધ જેવા શરીરને જોઈ આંખને આનંદ થાય. તેનું રૂપ જોઈ દરેક પ્રાણી કહેતા રહેતા, 'અરે, આ સસલાને ભગવાને કેટલું સૌદર્ય આપ્યું છે! જયારે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકાઓ મારતું તો જાણે એમ લાગે કે કોઈ પોચા-પોચા રૂ નાં પૂમડા ફેંકે છે.'
જોકે સોમુ સસલાને કુદરતે ખૂબ જ સુંદરતા આપી હતી. અલબત્ત, દરેક પ્રાણી કંઈ સર્વગુણથી ભરેલા નથી હોતા. આ સની સસલાને પણ પોતાની સુંદરતા પર ખૂબ જ અભિમાન હતું. એટલું જ નહીં એ તો જ્યાં પણ જાય ત્યાં પોતાની સુંદરતાના ગુણ ગાવા લાગે. એ અભિમાનપૂર્વક કહેતું, 'મારા જેવી સુંદરતા આ જંગલમાં કોઈ પાસે નથી.'
અન્ય પ્રાણીઓ તેને ખૂબ સમજાવે પણ સની સસલું કોઈનું સાંભળે જ નહીં.
સોમુ સસલાનો એક મિત્ર હતો - બટુક વાંદરો. હવે વાંદરો તો તમને ઝાડ પર જ જોવા મળે. એક ડાળીએથી બીજી ડાળી પકડી હિંચકા ખાતો બટુક વાંદરો ખૂબ વિનયી અને સમજદાર હતો. તે સનીનો પાકો મિત્ર હતો. આથી તે હંમેશા સોમુ સસલાને સમજાવતો રહેતો કે તારે આ રીતે અભિમાન કરવું ઠીક નથી, પણ સોમુ તો તેના મિત્રનું પણ કઈ સાંભળતો નથી.
એક દિવસની વાત છે. બટુક વાંદરો અને સોમુ સસલું નદી કિનારે બેઠાં-બેઠાં વાતો કરી રહ્યાં હતાં. બટુક વાંદરાએ કહ્યું,'જો સોમુ, સામે કેટલા સુંદર બતક રમી રહ્યાં છે.'
બટુક વાંદરાની વાત સાંભળી સોમુએ કહ્યું,'એ બતક તો ખાલી ધોળા છે એટલું જ, હું તો ધોળું હોવાની સાથે કેટલું મુલાયમ છું. કોઈ મને અડે તો હું કેવું કુણું-કુણું લાગું છું. સાચી સુંદરતા તો ભગવાને મને જ આપી છે. બીજા કોઈને નથી આપી.'
બટુક વાંદરાએ કહ્યું,'જો સોમુ, મેં તને પહેલાં પણ સમજાવ્યો છે કે અભિમાન કરવું સારું નથી.'
સોમુએ કહ્યું, 'હું ક્યાં અભિમાન કરું છું? સાચી વાત તો એ છે કે તને મારી સુંદરતાથી ઈર્ષા થાય છે.'
બટુક વાંદરાએ કહ્યું, 'સોમું, મિત્રતામાં ઈર્ષા ન હોય. તારી સુંદરતાથી મને તો ઘણી ખુશી થાય છે.'
સોમુએ કહ્યું,'મારી સુંદરતાની સરખામણી કોઈની સાથે ન કરી શકે. તારું રૂપ તો જો! તું તો કાળો, રાખોડી રંગનો છે. તારું મોઢું જોતાં કોઈ પણ તારાથી ડરી જાય. તારી સાથે કોઈ ફોટો પણ ન પડાવે.'
બટુક વાંદરાએ કહ્યું,'સારું ભાઈ, તું જ સૌથી સુંદર છે, બસ?'
આમ, બંને મિત્રો વચ્ચે થોડીઘણી ચણભણ થઈ. અંતે બંને મિત્રો જંગલમાં ફરવા માટે નીકળી પડયા. વાંદરો ઝાડ પર ઝૂલતો-ઝૂલતો હિંચકાનો આનંદ માણી રહ્યો હતો. અને સસલું નીચે જમીન પર કુણા-કુણા ઘાસ પર ખૂબ તેજ ગતિ સાથે દોડી રહ્યું હતું. બટુક વાંદરો તો ઝાડ પર ઝૂલતો હોવાથી જલદી આગળ પહોંચી જતો. તેણે થોડે આગળ જઈ જોયું કે જંગલનો રાજા સિંહ પોતાના શિકારને શોધવા આમતેમ આંટા મારી રહ્યો છે. તેણે વિચાર્યું કે જો સિંહ સોમુને જોઈ જશે તો તેનો શિકાર કરી લેશે. આથી તેણે સની સસલાને સાવચેત કરવો જોઈએ.
તે ઝડપથી સોમુ પાસે પહોંચી ગયો અને તેને કહ્યું,'સોમુ, તું આગળ ન જતો, ત્યાં સિંહ શિકાર શોધી રહ્યો છે.'
પણ સોમુ તો પોતાના અભિમાનમાં ફરતું હતું. તેણે કહ્યું,'જો બટુક વાંદરા, મારે તારી કોઈ પણ પ્રકારની મદદ નથી જોઈતી. હું મારો બચાવ જાતે કરી શકું છું.'
આમ, બટુક વાંદરાએ સોમુને ખૂબ સમજાવ્યો, પણ સની સસલું એકનો બે ન થયો. એ તો પોતાની મસ્તીમાં આગળ ચાલવા લાગ્યું. આગળ જતા સોમુએ જોયું કે સિંહ તો સામે જ ઊભો છે. સસલું તો થરથર ધૂ્રજવા લાગ્યું. તે આમતેમ ભાગવા લાગ્યું, પણ બધી બાજુથી પેલો સિંહ તેની સામે આવી જતો.
આમ આ ભાગદોડમાં સોમુ એક પથ્થર સાથે અથડાયો, અને ઠેસ આવતાં તે ગલોટિયું ખાઈ એક પર્વત પરથી નીચે પડયો. પોતાનો શિકાર હાથમાંથી ચાલ્યો જતા સિંહ પણ ત્યાંથી ચાલ્યો ગયો.
બટુક વાંદરો ઝડપથી સોમુ પાસે પહોંચી ગયો. તે સોમુને ડોક્ટર પાસે લઈ ગયો. જો કે સોમુને બહુ ઈજા નહોતી થઈ, પણ મોઢા પર કાંટા વાગતા તેનું મોઢું બગડી ગયું હતું. અરીસામાં ખુદને જોતાં સોમુ રડવા લાગ્યો. એ કહે,'ઓહ... મારી સુંદરતા હવે ખતમ થઈ ગઈ...'