રેડક્રોસ શું છે ? .
દ વાખાના કે હોસ્પીટલના ચિહ્નો માટે લાલ ચોકડીનું નિશાન જાણીતું છે. પરંતુ રેડક્રોસ નામની એક સંસ્થા પણ છે તે તમે જાણો છો ? રેડક્રોસ સંસ્થા આંતર રાષ્ટ્રીય છે અને દુનિયામાં કોઈ પણ સ્થળે યુધ્ધ થતું હોય ત્યાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે પહોચી જાય છે. રેડક્રોસના ડોકટરો, નર્સો અને અન્ય સ્ટાફ હોય છે. તેમના પર હુમલો કરવામાં આવતો નથી. ૧૮૫૯માં ઓસ્ટ્રીયામાં યુધ્ધ ચાલતું હતું ત્યારે સ્વીટઝરલેન્ડનો એક બેંકનો માલિક (જ્યાં હૈન્ની દૂનાન ત્યાં હાજર હતો. દૂનાન ને દુ:ખ થયું અને દયા આવી. તેણે સૈનિકોની સારવાર માટે કંઈક વ્યવસ્થા કરવા વિનંતી કરી આ વિનંતીને ધ્યાનમાં લઈ ૧૬ દેશો આવી સંસ્થા માટે તૈયાર થયા અને રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઈ. રેડક્રોસના ડોકટરોને યુધ્ધ મેદાનમાં જવાની અને યુધ્ધ કેદીઓની છાવણીમાં જવાની છૂટ હોય છે. તેઓ જે પ્રશ્નો પૂછે તેના જવાબ પણ આપવા પડે છે. રેડક્રોસની સંસ્થાએ કેટલાક નિયમો પણ બનાવ્યા ઇ.સ. ૧૮૬૩ જિનિવામાં તેની સ્થાપના થઈ હતી રેડક્રોસની સ્થાપના કરનાર દુનાનને ૧૯૦૧માં નોબેલ ઇનામ એનાયત થયું હતું.