Get The App

લોકપ્રિય સ્વાદ 'વેનિલા' શેમાંથી બને છે?

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
લોકપ્રિય સ્વાદ 'વેનિલા' શેમાંથી બને છે? 1 - image


આ ઈસ્ક્રીમ અને અન્ય ઠંડા પીણા કે ચોકલેટમાં વેનિલા ફલેવરનોે વધુ ઉપયોગ થાય છે. વેનિલા એ કેસર પછીનું સૌથી મોંધુ વનસ્પતિ જ દ્રવ્ય છે. વેનિલાનું વૃક્ષ મેકિસકોમાં થાય છે. તેના ફળના બીજમાંથી વેનિલા મેળવાય છે.

વેનિલાના વૃક્ષો 30 ફૂટ ઊંચા થાય છે. તેના વિશે અન્ય વિગતો પણ જાણવા જેવી છે.

  • વેનિલાના વૃક્ષોની લગભગ 150 જાત છે.
  • વેનિલાના ફૂલ ઉપર માત્ર મેલિયોના તાપથી મધમાખી જ બેસે છે. આ માખી પણ અમેરિકામાં જ જોવા મળે.
  • મેલિયોના નામની મધમાખી ન હોય તેવા દેશોમાં વેનિલાના ફૂલને ખેડૂતો સોય દ્વારા પરાગરજની અદલાબદલી કરી વિકસાવે છે.
  • અમેરિકા અને યુરોપમાં વેનિલા ફલેવર સૌથી વધુ લોકપ્રિય છે.
  • વેનિલાના વૃક્ષો ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે.
  • બજારમાં કૃત્રિમ વેનિલા પણ ઉત્પાદન થાય છે. તે વેનિલીન નામના પદાર્થમાંથી બને છે. તેને 'ઇમિટેશન વેનિલા' કહે છે. 
Tags :