Get The App

લોકપ્રિય સ્વાદ વેનિલા શેમાંથી બને છે?

Updated: May 12th, 2023

GS TEAM

Google News
Google News
લોકપ્રિય સ્વાદ વેનિલા શેમાંથી બને છે? 1 - image


આ ઈસ્ક્રીમ અને અન્ય ઠંડા પીણા કે ચોકલેટમાં વેનિલા ફલેવરનોે વધુ ઉપયોગ થાય છે. વેનિલા એ કેસર પછીનું સૌથી મોંધુ વનસ્પતિ જ દ્રવ્ય છે. વેનિલાનું વૃક્ષ મેકિસકોમાં થાય છે. તેના ફળના બીજમાંથી વેનિલા મેળવાય છે.

વેનિલાના વૃક્ષો ૩૦ ફૂટ ઊંચા થાય છે. તેના વિશે અન્ય વિગતો પણ જાણવા જેવી છે.

વેનિલાના વૃક્ષોની લગભગ ૧૫૦ જાત છે.

વેનિલાના ફૂલ ઉપર માત્ર મેલિયોના તાપથી મધમાખી જ બેસે છે. આ માખી પણ અમેરિકામાં જ જોવા મળે.

મેલિયોના નામની મધમાખી ન હોય તેવા દેશોમાં વેનિલાના ફૂલને ખેડૂતો સોય દ્વારા પરાગરજની અદલાબદલી કરી વિકસાવે છે.

અમેરિકા અને યુરોપમાં વેનિલા ફલેવર સૌથી વધુ લોકપ્રિય છે.

વેનિલાના વૃક્ષો ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે.

બજારમાં કૃત્રિમ વેનિલા પણ ઉત્પાદન થાય છે. તે વેનિલીન નામના  પદાર્થમાંથી બને છે. તેને 'ઇમિટેશન વેનિલા' કહે છે.

Tags :