મજબૂત લાકડું પ્લાયવૂડ શેનું બને છે!
લાકડું વનસ્પતિજગતની માણસજાતને મળેલી મહત્વની ભેટ છે. વિવિધ વૃક્ષોના લાકડાના ગુણધર્મો પણ વિવિધ એટલે તેના મકાનો બાંધવા, જહાજ તૈયાર કરવા, ફર્નિચર જેવા અસંખ્ય ઉપયોગ છે. લાકડું ઉભું સહેલાઈથી જ ચિરાઈ જાય છે અને તેમાં ઉધઈ ઉપરાંત સડો પણ લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે ઘણી ટેકનિક છે. પ્લાયવૂડ આવી જ ટેકનિકથી બને છે. પ્લાયવૂડ વૃક્ષોના લાકડામાંથી જ બને છે. પ્લાયવૂડ મજબૂત હોય છે તેનું રહસ્ય તેની ગોઠવણીમાં છે. પ્લાયવૂડ બનાવવા માટે લાકડાને પાણીમાં ડૂબાડી રાખીને તેને નરમ બનાવાય છે. ત્યારબાદ તેને છોલીને પાતળા પાટિયા તૈયાર થાય છે. આ પાટિયાને વિનિયર કહે છે. વિનિયરના પાટિયા પર ઉભા રેસા હોય છે. પ્લાયવૂડ બનાવવા માટે ત્રણ વિનિયરને એકબીજા સાથે ચોંટાડવામાં આવે છે. તેમાં વચ્ચેનું પાટિયું એ રીતે મૂકાય છે તેના ઉભા રેસા બંને તરફના પાટિયાના ઉભા રેસા સાથે કાટખૂણો બનાવે. આમ તેની મજબૂતાઈ વધે છે. વધુ મજબૂત પ્લાયવૂડ પાંચ વિનિયર જોડીને બનાવાય છે.