કલાઈ એટલે શું? .
અગાઉના જમાનામાં રસોડામાં તાંબા અને પિત્તળનાં વાસણો વપરાતાં. તાંબુ એ શુદ્ધ ધાતુ છે જ્યારે પિત્તળ એ તાંબા અને જસતના મિશ્રણમાંથી બનતી મિશ્ર ધાતુ છે. રસોઈ કરતી વખતે આ વાસણો ગરમ થઈ રસોઈમાં તેના દ્રવ્ય તાંબાના વાસણમાં દહીં, છાશ કે કોઈ ખાટી વસ્તુ રાખી મૂકીએ તો તાંબુ અને ખાટી ચીજના એસીડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તેને બગાડે છે. આ મુશ્કેલી નિવારવા તાંબા અને પિત્તળના વાસણની અંદરની સપાટી પર ટીનનું પાતળું પડ ચડાવવામાં આવે છે. તેને કલાઈ કહે છે. વાસણને ખૂબ ગરમ કરી તેમાં ટીનનો સળીયો અડાડી પિગળેલા ટીનને રૂના ગાભા વડે સપાટી પર ફેલાવી દેવાય છે. આ ક્રિયાને કલાઈ કહે છે. કલાઈ કરવાથી વાસણ ઉપર ચાંદી જેવી ચમકતી સપાટી બની જાય છે. અને લાંબો સમય ટકી રહે છે. આજે પણ તાંબા પિત્તળના કલાઈ કરેલા વાસણો જોવા મળે છે.