Get The App

હેવી વોટર એટલે શું? .

Updated: Nov 29th, 2024

GS TEAM

Google News
Google News
હેવી વોટર એટલે શું?                                           . 1 - image

પાણી માણસ માટે જીવન ઉપયોગી તો છે જ પરંતુ તેના ઘણા ઉપયોગ છે. સાદું પાણી આપણે પીવા અને કપડા ધોવા કે સ્નાન માટે ઉપયોગમાં લઈએ. ખેતી માટે પણ વપરાય. પરંતુ અણુરિએક્ટર અને કેટલાક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપયોગી થાય તેવું પાણી વિજ્ઞાાનીઓએ બનાવ્યું છે તેને હેવી વોટર કહે છે. સાદુ પાણી 'એચટુઓ' કહેવાય છે પણ ભારે પાણીને 'ડીટુઓ' કહે છે. તે હાઈડ્રોજનના આઈસોટોપ ડયૂટિરિયમનું સંયોજન છે. ડયુટિરિયમની હાજરીથી તેની લાક્ષણિકતામાં ફેર પડે છે. આ પાણીને ડયુટિરિયમ ઓકસાઈડ પણ કહે છે. આ પાણીની ઘનતા વધુ હોય છે. ઇ.સ. ૧૯૩૧માં ગીલર્બટ ન્યૂટન નામના વિજ્ઞાાનીએ આ પાણીની શોધ કરી હતી.  આ પાણીને ભારે પાણી કહે છે પશુપક્ષીઓ અને જળચરો તેમજ માણસ માટે પીવું હાનિકારક છે.

ઘણા દેશો હેવી વોટરનું ઉત્પાદન કરે છે. ભારત હેવી વોટર ઉત્પાદન કરેલ અગ્રણી દેશ છે. આ પાણી મોંઘું છે. એક લીટરનો ભાવ લગભગ ૫૦ હજાર રૂપિયા થાય.