જિયોથર્મલ એનર્જી શું છે? .
વીજળી મેળવવાનો મુખ્ય સ્રોત ટર્બાઈનની ચક્રાકાર ગતિ છે. ચક્ર ફેરવવા માટે અણુશક્તિ, વરાળ, પવન, પાણીનો પ્રવાહ વગેરે વિવિધ શક્તિઓનો ઉપયોગ થાય છે. મોટી માત્રામાં વીજળી મેળવવા જંગી કદના ટર્બાઈન જોઈએ અને તેને વધુ ઝડપથી ફેરવવા પડે. વિજ્ઞાાનીઓ વીજળી પેદા કરવા પર્યાવરણલક્ષી, સરળ અને સલામત પધ્ધતિ શોધી રહ્યા છે. જિયોથર્મલ એનર્જી એવો જ એક કુદરતી સ્રોત છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમી હોય છે. પેટાળમાં રહેલું પાણી ગરમ થઈને ઝરા સ્વરૂપે બહાર આવે છે. ઘણા સ્થળોએ જમીનમાંથી ફુવારાની જેમ ઉડતા ગરમ પાણીના ઝરા આવેલા છે. આ ફુવારામાં ઘણી શક્તિ હોય છે અને તેનો ઉપયોગ ટર્બાઈન ફેરવવામાં થઈ શકે છે. ૧૯૦૪માં આઈસલેન્ડમાં ગરમ પાણીના ઝરામાંથી વીજળી મેળવવાનો પ્લાન્ટ શરૂ થયેલો. આજે પણ તે ચાલુ છે. આ રીતે મેળવેલી વીજળીને જિયોથર્મલ એનર્જી કહે છે. જો કે આ પધ્ધતિ જ્યાં કુદરતી ગરમ પાણીના ઝરા હોય ત્યાં જ ઉપયોગી થાય છે.