Get The App

સાપની કાંચળી શું છે ? .

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
સાપની કાંચળી શું છે ?                                 . 1 - image


હવામાન અને વાતાવરણની વિપરિત અસરથી બચવા મોટા ભાગના પ્રાણીઓ અને જીવજંતુઓની ચામડીની રચના વિશિષ્ટ હોય છે. કેટલાકના શરીર પર ભરચક વાળ હોય છે. પરંતુ સાપની વાત જુદી છે સાપને પગ હોતા નથી તે પેટ ઘસડીને જમીન પર ચાલે છે. સાંકડા દરમાં પ્રવેશતી વખતે તેનું શરીર ઘસાય છે. તે ગરમી, ઠંડી, ખરબચડી કે ધૂળવાળી જમીન પર ચાલે છે. તેથી તેની ચામડી હંમેશાં સુંવાળી અને મજબૂત રહે તે જરૃરી છે આથી તેના શરીર પર પારદર્શક આવરણ હોય એટલે બીજી વધારાની ચામડી. સાપ દર મહિને આ આવરણ કાઢીને નવું ધારણ કરે છે ઉપલુ પડ ઘસાઈને બગડી જાય ત્યારે તે આવરણ બદલવા દરમાં સંતાઈ જાય છે તેને કાંચળી બદલવાની ક્રિયા કહે છે. આ સમયે તેના શરીરમાંથી ચીકણું પ્રવાહી પેદા થઈ નવી ચામડી તૈયાર થઈ જાય એટલે સાપ મોં વડે ઉપલું નકામું પડ તોડીને મોજામાંથી બહાર નીકળતો હોય તેમ બહાર નીકળે છે અને જૂની ચામડી છોડીને ચાલ્યો જાય છે. તેને સાપની કાંચળી કહે છે તે સફેદ રંગની પાતળા પ્લાસ્ટિકના પડ જેવી હોય છે.

Tags :