Get The App

ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ એટલે શું?

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ એટલે શું? 1 - image


ડિજિટ એટલે અંક અને ડિજિટલ એટલે અંકને લગતું. લેટિન ભાષામાં આંગળીને ડિજિટ્સ કહે છે. પ્રાચીનકાળના લોકો આંગળીના વેઢા ગણીને ગણતરી કરતાં એટલે અંકને ડિજિટ અને આધુનિક ડિજિટલ નામ અપાયાં. આધુનિક ડિજીટલ પધ્ધતિ એટલે એકડા અને શૂન્ય એમ બને જ અંકોનો ઉપયોગ કરીને વિકસાવાયેલી ગણતરીની પધ્ધતિ. તેમાં ઈલેક્ટ્રોનિકનો ઉપયોગ થાય છે.

૧૧મી સદીમાં શાઓ યાંગ નામના ફિલોસોફરે યીન અને યાંગ દ્વારા બાઈનરી પદ્ધતિ વિકસાવેલી જેમાં યીન એટલે શૂન્ય અને યાંગ એટલે એક. તારના સંદેશા મોકલવાની 'મોર્સ કોડ' પધ્ધતિ અને અંધજનો માટેની બ્રેઈલ લિપી પણ ડિજિટલ કહેવાય. મોર્સ કોડ 'કડ' અને 'કટ' એવા બે અવાજની જુદી જુદી પેટર્ન વડે રચાયેલી ભાષા છે. બ્રેઈલ લિપી ચાર છિદ્રો અને ચાર ઉપસેલા ટપકાની પેટર્ન વડે બનેલી ભાષા છે જેને આંગળીના ટેરવા દ્વારા ઉકેલાય છે. 

ઈ.સ. ૧૬૯૫માં ગોટફ્રીઝ લીલીનીઝે બાઈનરી કોડની શોધ કરેલી. આધુનિક ડિજિટલ પધ્ધતિ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઈન્ફર્મેશન ઈન્ટરચેન્જ (છજીઝ્રૈંૈં)ના આધારે કામ કરે છે તેમાં સાત બીટ બાઈનરી કોડ દ્વારા કમ્પ્યુટર અને અન્ય સાધનોમાં ભાષાનું નિરૂપણ થાય છે. દરેક અક્ષરને શૂન્યથી ૧૨૭ સુધી અંકો અપાયા છે. જેમાં અંગ્રેજી 'એ' એટલે ૧૧૦૦૦૧ લખાય છે. કમ્પ્યુટરની ઈલેક્ટ્રોનિક સર્કિટ માત્ર શૂન્ય અને એક એમ બે જ અંકોને ઓળખે છે. ઊંચો વીજપ્રવાહ એક અને નીચો વીજપ્રવાહ શૂન્ય દર્શાવે છે. બંને સિગ્નલના પ્રસારણ માટે 'ગેટ' હોય છે. ઈલેક્ટ્રોનિક સર્કિટમાં આવા સેંકડો હજારો ગેટ હોય છે. ગેટ જુદી જુદી ગોઠવણીના ડેટા બનાવી તેનો સંગ્રહ કરે છે. આ ઘણી જટિલ પ્રક્રિયા છે. ઈલેક્ટ્રોનિક ચીપ અને ગેટની શોધ કરવામાં અનેક વિજ્ઞાાનીઓએ વર્ષો સુધી મહેનત કરી છે. આજે આપણે તેનો સરળતાથી ઉપયોગ કરીએ છીએ.


Google NewsGoogle News