પ્રાણીઓનાં શિંગડાં શેનાં બનેલાં હોય છે?
આપણાં ગાય, બળદ અને ભેંસ જેવા પાલતુપશુઓના માથે શિંગડા હોય છે. પ્રાણીઓના શિંગડા તેના રક્ષણ માટે હોય છે. હરણ, સાબર અને કાળિયાર જેવા જંગલી પ્રાણીઓના માથે વળ ચડેલા શિંગડાં તો સાબરના માથા પર અનેક શાખાઓવાળા શિંગડા, શિંગડાં પ્રાણીઓ માટે ઉપયોગી છે અને ક્યારેક મુશ્કેલી પણ સર્જે છે. શિંગડા બે પ્રકારનાં હોય છે. ગાય, ભેંસ કે બકરીના માથાના શિંગડાને હોર્ન કહે છે. તે આપણા નખ કે પ્રાણીઓના પગની ખરી જેવા નિર્જીવ કોષોના બનેલા કેરાટીનના હોય છે. અને કાળા રંગના હોય છે. કેટલાંક હરણના માથા પર શિંગડા હાડકા વધીને બનેલા હોય છે તેને એન્ટલર કહે છે તેની ઉપર ચામડી હોય છે અને સજીવ હોય છે. એન્ટલરવાળા પ્રાણીઓ તેના શિંગડાને ઝાડ સાથે ઘસીને ચામડી ઉતારી નાખતાં હોય છે. એન્ટલર દર વર્ષે ખરી પડે છે. અને નવાં ઊગે છે પ્રાણીઓના હોર્ન જીવનભર એક જ રહે છે. એન્ટલર નર પ્રાણીઓમાં જ હોય છે. સાબર, હરણ, રેન્ડીયર વગેરે પ્રાણીઓને એન્ટલર હોય છે.