- એક વાર્તા... બે ભાષામાં!
- Harish Nayak
- સ્થાનિક ડૉક્ટરે કહ્યું, 'આ પ્લાસ્ટિક સર્જનનો કેસ છે, ઝટ ત્યાં લઈ જાવ.'
સા હસ એટલે સામનો, સાહસ એટલે સહનશીલતા. સાહસ એટલે હિંમત. સાહસનો અર્થ માત્ર લડાઈમાં વિજય નહિં. સાહસનો અર્થ માત્ર ગુંડાઓને મારી હઠાવવા એટલું જ નહિ. સાહસ એટલે વેદનાની પરવા ન કરવી તે.
ચાલો આપણે પરીતાની વાત કરીએ.
પરીતા અમદાવાદની લિટલ ફ્લાવર શાળામાં પહેલા ધોરણમાં ભણે છે. ઠેઠ મણિનગરથી બે રિક્ષા બદલીને સ્કૂલમાં આવે છે. રિક્ષામાં ધીરે ધીરે છોકરાંઓ ભરાતાં જાય છે.
આવતી વખતનો સવાલ નથી, પરીતાને સારી જગા મળી જ જાય છે, પણ ઘરે જતી વખતે જોઈ લો ધડાધડી. શાળા છૂટી નથી કે છોકરાઓની તડાફડી શરૂ. બધી છોકરીઓ રિક્ષામાં પોતાનો નંબર મેળવવા એકદમ ઘસારો કરે છે. ગાંડાની જેમ ધસમસી જાય છે. પોતાનો નંબર પહેલો આવવો જ જોઈએ એ તેમની હોંશ હોય છે. એ ધમાચકડીમાં તેમને પડવા-વાગવાની. પરવા હોતી નથી.
પરીતા જ્યારે દોડી ગઈ ત્યારે તેનેય આ વાતનો ખ્યાલ રહ્યો નહિ. અને પરીતા ધડામ્મ કરતી એક ધસમસતા સ્કૂટર સાથે જોરથી અથડાઈ પડી. મોઢાની બહાર નીકળી આવેલી તેની જીભ પર તેના જ દાંત પેસી ગયા. બરાબર વચમાંથી જીભ કપાઈ ગઈ. એક ઇંચ જેટલો આરપાર કાપો પડી ગયો. લોહી દદડવા લાગ્યું.
રિક્ષાવાળાઓ તરત દોડીને પરીતાને નજીકના ડૉક્ટરને ત્યાં લઈ ગયા. પરીતાના દાદાજીને પણ બોલાવી લીધા. સ્કૂટરવાળો પણ સાથે જ રહ્યો. પણ સ્થાનિક ડૉક્ટરે કહ્યું કે ઃ 'આ પ્લાસ્ટિક સર્જનનો કેસ છે, ઝટ ત્યાં લઈ જાવ.'
ડૉક્ટર રઘુભાઈએ પ્લાસ્ટિક સર્જન જરમરવાલાનું નામ-ઠામ-ઠેકાણું આપી દીધું. તેમને તાત્કાલિક ફોન કરી દીધો. પરીતાને લઈને બધાં ઝરમરવાલાને ત્યાં ગયાં. લોહી ઘણું વહી ગયું હતું. ડૉ. ઝરમરવાલા કહે : 'તરત ઓપરેશન કરવું પડશે. જો એનેસ્થેટિકને બોલાવીશું તો વાર લાગશે. બેબી જો સાથ આપે તો લોકલ અને એનેસ્થેસિયા આપીને ટાંકા લઈ શકાય.' દરમિયાનમાં તેની મમ્મી બેન્કમાંથી આવી ગઈ હતી. તેણે પરીતાને સમજાવી. પરીતા તૈયાર થઈ ગઈ. ડૉક્ટરે તેને ઓપરેશન ટેબલ પર લીધી. તેને આંખે પાટા બાંધી દીધા. પછી સ્થાનિક એનેસ્થેસિયા આપી ટાંકા લઈ લીધા. લગભગ અડધો કલાક ઓપરેશન ચાલ્યું. પરીતાએ પૂરેપૂરો સહકાર આપ્યો. ડૉક્ટરે કહ્યું ઃ
'બ્રેવ ગર્લ.'
પરીતાને એક મહિના સુધી ખાવાની છૂટ ન હતી. માત્ર પાતળું પ્રવાહી જ તે લઈ શકે. દૂધ સહેજ સરખુંય જાડું ન ચાલે. સહેજ સરખીય મલાઈ ટાંકા પર ચોંટવી ન જોઈએ. કોઈ પદાર્થ ટાંકા પર ચોંટે તો ટાંકા પાકવાનો સંભવ ઉભો થાય. પરીતાને જેમ ઑપરેશન સહન કર્યું તેમ જ પરેજીયે પાળી. જીભ અને ટાંકાને ખૂબ સાચવ્યાં.
એક અઠવાડિયામાં થોડું સારું જરૂર થયું હતું પણ કાળજીની જરૂર હતી. બીજું અઠવાડિયું - પરેજી શરૂ થઈ.
એમ એક મહિનો ચાલ્યું. પણ પરીતા પાછી હસતી રમતી બોલતી થઈ ગઈ. તે માત્ર અઠવાડિયું જ શાળાએ જઈ શકી નહીં. ભણવામાં તે સહેજ પાછળ પડી ગઈ પણ તે ઝડપથી વર્ગને જરૂર પકડી પાડશે. આ એક મહિનો પરીતાએ કોઈને પડવ્ય નથી. તે તો બસ હસતી રમતી નાચતી કૂદતી જ રહી છે.
પરીતાની વાત આપણને ઘણું કહી જાય છે. શાળા છૂટયા પછી આપણે ગાંડાની જેમ દોડવું નહિ. અકસ્માત થાય તો સ્વસ્થ રહેવું. બીમારીમાં બરાબર પરેજી પાળવી. વેદનાનો હિંમતથી સામનો કરવો. ડૉ. શ્રી ઝરમરવાલા, રિક્ષાવાળા, અકસ્માત કરનાર સ્કૂટરવાળાથી માંડીને આપણે આભાર બધાનો માનીએ પણ પરીતાને તો જેટલી શાબાશી આપીએ તેટલી ઓછી. બ્રેવો પરીતા, બ્રેવો હર પેરન્ટસ.
Bravo, Parita!
The local doctor said: "This is a case for a plastic surgeon, take her there quickly."
C ourage means facing a situation; courage means endurance. Courage means bravery. Courage does not only mean victory in a fight. Courage does not only mean pushing away goons. Courage means not caring about the pain. Let us talk about Parita.
Parita studies in the first grade at Little Flower School in Ahmedabad. She comes to school all the way from Maninagar by changing two rickshaws. Slowly, the children keep filling up the rickshaw.
There is no issue while coming; Parita manages to get a good seat. But look at the chaos while going home. No sooner has school let out than the children's scuffle begins. All the girls rush at once to get their turn in the rickshaw. They dash forward like crazy. Their only wish is that their turn must come first. In that hullabaloo, they do not care about falling or getting hurt.
When Parita ran, even she did not realize this. And Parita, with a loud thud, collided heavily with a speeding scooter. Her teeth sank into her tongue, which had come out of her mouth. The tongue was cut exactly through the middle. A cut of about one inch went right through. Blood started dripping.
The rickshaw drivers immediately ran and took Parita to a nearby doctor. They also called Parita's grandfather. The scooter rider also stayed with them. But the local doctor said: "This is a case for a plastic surgeon, take her there quickly."
Doctor Raghubhai gave the name and address of plastic surgeon Jharmarwala. He called them immediately. Everyone went to Jharmarwala's place with Parita. A lot of blood had flowed out. Dr. Jharmarwala said: "An operation must be done immediately. If we call an anesthetist, it will take time. If the baby cooperates, stitches can be taken by giving local anesthesia."
Meanwhile, her mother had arrived from the bank. She explained things to Parita. Parita got ready. The doctor took her onto the operation table. He tied a bandage over her eyes. Then, giving local anesthesia, he took the stitches. The operation lasted for about half an hour. Parita cooperated fully. The doctor said: "Brave girl."
Parita was not allowed to eat for one month. She could only take thin liquids. Even slightly thick milk would not do. Not even a little cream should stick to the stitches. If any substance sticks to the stitches, there is a possibility of the stitches becoming infected. Just as Parita endured the operation, she also followed the dietary restrictions. She took great care of her tongue and the stitches.
In one week, it had certainly become a little better, but care was needed. The second week-the dietary restrictions continued.
In this way, one month passed. But Parita became laughing, playing, and talking again. She could not go to school for only one week. She fell slightly behind in her studies, but she will surely catch up with the class quickly. This one month, Parita did not let anyone feel burdened. She just kept laughing, playing, dancing, and jumping. Parita's story tells us a lot. After school is over, we should not run like crazy. If an accident occurs, stay calm. During illness, follow dietary restrictions properly. Face pain with courage. From Dr. Jharmarwala, the rickshaw drivers, to the scooter rider who caused the accident, we thank everyone; but however much we praise Parita, it is not enough. Bravo Parita, bravo her parents.


