વોટરમેનની ફાઉન્ટન પેન .

- એક વાર્તા... બે ભાષામાં!
- Harish Nayak
- બસ ! પછી તો વોટરમેનની ઊંઘ ઊડી ગઈ. સતત પાંચ વર્ષ સુધી તે ઊંધ્યો જ નહિ. તે એ જ વિચાર કરતો રહ્યો કે કોઈ એવી કલમ જરૂર શોધવી જોઈએ કે જેમાં ખડિયો સામેલ હોય! વારેવારે તેને બોળવી પડે નહિ અને ડબકાં પડે નહિ.
ઈ ન્ડિપેનની સહ પ્રથમ શોધ કરનાર હતો વોટરમેન. આ શોધ કેવી રીતે થઈ તેની એક મનોરંજન કથા છે.
જુવાન વોટરમેન ન્યુયોર્કની એક પેઢીનો દલાલ હતો... તેનો દલાલીનો ધંધો ધમધોકાર ચાલે. એ ધંધામાં તેને ફરવું પણ ઘણું પડે. સાથે આખો વખત દોરીએ લટકાવેલો ખડિયો લઈ જવો પડે. કોને ખબર છે ક્યાં લેખનનું કામ આવી જાય ? કલમ તો ગજવામાં રહે. પણ ખડિયો સાથે રાખવો ન ફાવે.
એકવાર તેનો એક વેપારી સાથે મોટો સોદો પત્યો. પૂરેપૂરા એક લાખની કિંમતનો. એમાં એની દલાલી પણ ભરપૂર હતી.
પણ શેઠિયાની શરત એવી હતી કે એકાંતમાં મળવાનું. એકાંતમાં જ કરાર કરવાનો. એકાંતમાં જ સહી સિક્કા.
એ શેઠિયાનો મિજાજ પણ તેજ હતો. વોટરમેન બધા કાગળપત્રો લઈને શેઠિયાને નક્કી કરેલી જગ્યાએ મળ્યો. વાતચીત પતાવી.
પછી ખડિયો કાઢ્યો... કલમ આપી.
શેઠિયાએ જેવી સહી કરવા માંડે કે... ડબક !
એક મોટું ડબકું પડી ગયું...
એ ડબકાથી શેઠિયો એવો તો ગુસ્સે થઈ ગયો કે તેણે કલમ ફેંકી દીધી. ખડિયો ફેંકી દીધો, કરાર ફેંકી દીધો અને સંભળાવ્યું.
આવડા મોટા કરાર માટે આવાં ભૂખડી બારશ સાધન લઈને આવો છો ? બસ ! પછી તો વોટરમેનની ઊંઘ ઊડી ગઈ. સતત પાંચ વર્ષ સુધી તે ઊંધ્યો જ નહિ. તે એ જ વિચાર કરતો રહ્યો કે કોઈ એવી કલમ જરૂર શોધવી જોઈએ કે જેમાં ખડિયો સામેલ હોય ! વારેવારે તેને બોળવી પડે નહિ અને ડબકાં પડે નહિ.
પાંચ વર્ષના વિવિધ પ્રયોગો તથા પરિશ્રમ બાદ તેણે પહેલી પેન શોધી કાઢી.
એ પેનમાંથી શાહીનો ઝરો સતત વહ્યા કરતો એટલે તે કહેવાઈ ફાઉન્ટન પેન.
પાંચ વર્ષ બાદ વોટરમેને જાતે જઈ પેલા શેઠિયાને એ પેન ભેટ આપી. અને માનશો ? શેઠે એ જ પેનના ઉત્પાદનનું કામ સ્વીકાર્યું અને વોટરમેને એ જ ફાઉન્ટન પેનથી ફરીથી મોટા કરાર કર્યા.
ના, ત્યારે ડબકું પડયું જ નહિ ! શેનું પડે ? એ ડબકું દૂર કરવા વોટરમેને પાંચ વર્ષ સુધી સતત પરસેવાનાં સંખ્યાબંધ ડબકાં પાડયાં હતાં !
Waterman's Fountain Pen
That was it! After that, Waterman lost his sleep. He did not sleep continuously for five years. He kept thinking only about this, that a pen must surely be invented in which the inkwell is included! One would not have to dip it again and again, and blots would not fall.
Waterman was the very first inventor of the ink pen. There is an entertaining story about how this invention happened. Young Waterman was an agent in a firm in New York... his brokerage business was running in full swing. He also had to travel a lot for that business. He had to carry an inkwell hanging from a string with him all the time. Who knows where writing work might come up? The pen would stay in the pocket. But it was not convenient to keep the inkwell along.
Once, he finalized a huge deal with a merchant... worth a full one lakh rupees. His brokerage in it was also substantial. But the businessman's condition was to meet in solitude. The contract was to be done only in solitude. The signature and stamp only in solitude. That businessman's temper was also short... Waterman took all the papers and met the businessman at the decided place. Finished the conversation. Then he took out the inkwell... and gave the pen. As soon as the businessman started to sign... splat! A big blot of ink fell... The businessman got so angry with that blot that he threw away the pen. Threw away the inkwell, threw away the contract, and snapped. For such a big contract, you come with such poor and pathetic tools? That was it! After that, Waterman lost his sleep. He did not sleep continuously for five years. He kept thinking only about this, that a pen must surely be invented in which the inkwell is included! One would not have to dip it again and again, and blots would not fall.
After five years of various experiments and hard work, he invented the first pen. Because a spring of ink kept flowing continuously from that pen, it was called a fountain pen. After five years, Waterman went personally and gifted that pen to the same businessman. And will you believe it? The merchant accepted the work of manufacturing that very pen, and Waterman again signed big contracts with that same fountain pen. No, that time a blot did not fall at all! Why would it fall? To remove that one blot, Waterman had continuously shed countless blots of sweat for five years!









