Get The App

વર્જિનિયાનો આશ્ચર્યજનક કુદરતી પુલ .

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
વર્જિનિયાનો આશ્ચર્યજનક કુદરતી પુલ                   . 1 - image

હવા અને પાણીના વહેણના ધસારાને કારણે પહાડના પત્થરો પણ કોતરાઈ જાય છે. કોતરો આ રીતે જ બનતા હોય છે. પરંતુ કોઈ સ્થળે આવા ધસારાને કારણે આપણને આશ્ચર્ય થાય તેવી કુદરતી રચનાઓ જોવા મળે છે. વર્જિનિયાના રોકબ્રિજ પ્રાંતમાં આવેલી જેમ્સ નદીના પાણી એ ખડકો કોતરીને કુદરતી પુલ તૈયાર થાય છે. આ પુલ વિશ્વની કુદરતી અજાયબીઓમાં ગણાય છે. ૨૧૫ ફૂટ ઊંચો  અને ૯૦ ફૂટ લાંબો આ પુલ ઐતિહાસિક વારસો છે. આ પુલ સદીઓ જુનો છે અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.