- સૌથી વધુ લોકપ્રિય ટામેટાની ૫૦૦૦ જેટલી જાત અને સફરજનની ૭૫૦૦ જાત હોય છે.
- વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ કોળું શાક નહીં, ફળ છે.
- તરબૂચમાં ૯૨ ટકા, ગાજરમાં ૮૭ ટકા અને કોબીજમાં ૯૦ ટકા પાણી હોય છે.
- અમેરિકામાં સફરજન એક વર્ષ સુધી સચવાય તેવી સુવિધા હોય છે.
- દ્રાક્ષને માઈક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે છે.
- સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે.
- કેળાં થોડા રેડિયોએક્ટિવ હોય છે.
- જાપાનમાં ચોરસ તરબૂચની ખેતી થાય છે.
- કાકડી એ શાક નથી, ફળ છે.
- ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે.
- વિશ્વનું સૌથી મોટું ફળ કોકો-દ-મેર ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલો વજનનું.
- શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા બાદ ઘણા દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે.
- ટામેટામાં માણસ કરતાં વધુ જીન હોય છે.
- કેળાં અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે.
- વિદેશમાં ફળો પર ચોડાતાં સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલાં હોય છે અને ખાઈ શકાય છે.


