પ્રાણી પક્ષીઓ અને જળચરોનાં શરીરના માળખાનો આધાર હાડપિંજર છે. વિવિધ પ્રકારના હાડકા જોડાઈને શરીરને આધાર આપે છે. હાડકા સખત અને મજબૂત હોય છે. હાડકાં સખત અને નિર્જીવ લાગે પરંતુ તેમાં જૈવિક પ્રક્રિયા સતત ચાલતી હોય છે. હાડકાનું ઉપલું આવરણ સખત પદાર્થનું બનેલું છે. તેની નીચેનું આવરણ નરમ અને સ્પોન્જ જેવું હોય છે. તે આઘાત પ્રત્યાઘાત સામે રક્ષણ આપે છે. હાડકાની વચ્ચેના પોલાણમાં બોનમેરો નામનો પદાર્થ હોય છે. તેમાં લોહીમાં ઉપયોગી રક્તકણો બને છે. આમ હાડકાં એ લાલકણોની ફેક્ટરી છે. હાડકાં પોલા હોવાથી વધુ મજબૂત બને છે. હાલવા ચાલવા ઊભા રહેવાની ક્રિયા સૌથી વધુ જરૂરી છે એટલે જ શરીરના કુલ હાડકાના ચોથા ભાગના હાડકા એકલા પગમાં જ આવેલા છે. દરેક સસ્તન પ્રાણીઓમાં હાડકાની આ ભૂમિકા હોય છે. દાંત એ હાડકાનો વિશિષ્ટ ભાગ છે. દાંતની ઉપરનું પડ સખત અને નિર્જીવ લાગે પરંતુ તેના પોલાણ અને મૂળ રક્તવાહિનીઓ અને જ્ઞાાનતંતુઓ સાથે જોડાયેલું હોય છે એટલે તેને સતત પોષણ મળે છે.
સજીવ સૃષ્ટિનો ઉપયોગી અવયવઃ હાડકાં


