જાતજાતની ચટણી પળવારમાં તૈયાર કરી આપતું મીકસર રસોડાનું ખૂબ જ ઉપયોગી સાધન છે. ઈલેકટ્રિક મોટર વડે ચાલતા મીકસરની રચના સાવ સાદી છે. મીક્સરમાં જુદી-જુદી સાઇઝના બરણી આકારના જાર હોય છે. જારના તળિયે ધાતુની બ્લેડ હોય છે. આ બ્લેડથી વધુ કામ થાય છે.
પદાર્થને વાટવા, કાપવા, પાવડર બનાવવા કે વલોવવા માટે જુદા જુદા આકારની બ્લેડ હોય છે. મીકસરની ઉપર જાર મુકવાથી આ બ્લેડનો નીચેનો ભાગ મોટર વડે કરતાં ચક્ર સાથે બંધ બેસી જાય છે અને જારની બ્લેડ ફરે છે. જારમાં નાખેલા પદાર્થમાંથી આ ચક્રાકાર ફરતી બ્લેડ પળવારમાં જ ચટણી કરી નાખે છે. મીક્સરની શોધ ૧૯૨૨માં સ્ટીફન પોપલાવસ્કી નામના વિજ્ઞાાનીએ કરેલી.


