Two ઈન One : Harish Nayak
- એક વાર્તા : બે ભાષા!
- સૂરજમુખીનું ફૂલ
- પરીની તો બસ સૂરજ સામે જોઈને જ વિનંતી કરતી રહે, 'બેસાડો છો રથમાં ? લઇ જાવ છો આકાશી સહેલ?'
પણ સૂરજદાદાની નજર ન પડી તે ન પડી.
રાત પડે એટલે બધી પરીઓ સાગરની બહાર આવે. રંગબેરંગી વસ્ત્રો પહેરેલી એ પરીઓ રાતની ઠંડકમાં ખુબ રમે. નાચે, કૂદે, મજા કરે. સવાર પડતાં જ એ બધી પાછી દરિયામાં છૂ થઇ જાય.
એકવાર એક પરી જબરી રમતે ચઢી ગઈ.
કિનારાનાં શંખલાં છીપલાં, કોડા, મોતી વગેરેની રમતમાં ખોવાઈ ગઈ.
બધી પરીઓ જતી રહી તેની તેને ખબર પડી નેહીં. તે એકલી જ રહી ગઈ.
સવાર થતાં જ જોયું તો પૂર્વ દિશા ઝળહળી ઊઠી - કોઈ અનેરા પ્રકાશથી.
દિશા લાલમ્લાલ બની ગઈ.
એક મનોહર ગોળો આકાશમાં આવવા લાગ્યો.
પરીએ જોયું તો એક રથ હતો - સાત ઘોડાનો રથ. એ શું જાણે કે સૂરજ રાજાનો રથ છે!
પરી એ તરફ જોતી રહી.
એને થયું, 'એ રાજા મને એમના રથમાં બેસાડી જાય તો મજા આવી જાય! આકાશી સહેલ ખાવાની મળી જાય. અનેરી અને અનોખી દુનિયા જોવા મળી જાય!'
સૂરજનો રથ ઉપર આવ્યો. અરે, ઠેઠ એને માથે પસાર થઇ ગયો. પછી તો પશ્ચિમ તરફ જવા લાગ્યો - દૂર દૂર દૂર.
પરીને સૂરજદાદાએ પોતના રથમાં ન જ બેસાડી.
પરી તો સૂરજ રાજાને જોતી રહી, પણ રાજાની નજર તેની ઉપર પડી જ નહીં.
બીજે દિવસે પણ સૂરજરાય પૂર્વમાંથી ઊગ્યા, મધ્યાન્હે આવ્યા, પશ્ચિમમાં આથમી ગયા.
એમ દિવસો સુધી ચાલ્યું.
પછી ત્યારે તો પરી બિચારી અકડાઈ ગઇ. જમીનમાં સ્થિર થઇ ગઈ. એના હાથપગ કંઇ જ ફરે નહીં. માત્ર માથું સૂરજની દિશામાં ફર્યા કરે.
પરીની તો બસ સૂરજ સામે જોઈને જ વિનંતી કરતી રહે, 'બેસાડો છો રથમાં ? લઇ જાવ છો આકાશી સહેલ?'
પણ સૂરજદાદાની નજર ન પડી તે ન પડી.
એટલે સુધી કે આશામાં ને આશામાં પરી, પરી મટી ફૂલ બની ગઈ.
છતાં સૂરજદાદા હેઠે ન આવ્યા. તેમણે પોતાનો રથ ધરતી પર ઉતાર્યો નહીં. પરીને બેસાડી નહીં.
કહે છે કે આજનું સૂરજમુખીનું ફૂલ તે જ એ પરી!
આજે પણ ફૂલના રૂપમાં એ પરી સૂરજ હોય તે દિશામાં જોઈ રહે છે, જાણે કે એ હજી પણ વિનવતી ન હોય : 'લઇ જાવ છો સૂરજદાદા... આકાશી સહેલે?'
- The Sunflower
A t night, all the fairies come out of the sea. Dressed in colorful clothes, they play joyfully in the cool night air.
They dance, they jump, they laugh and have fun.
But as soon as morning comes, they all quietly slip back into the sea.
Once, one fairy got carried away in her play.
She was so lost in collecting seashells, pearls, and corals near the shore that she didn't notice when the others left.
By the time she looked around, all the fairies had gone - she was left alone.
As morning broke, the eastern sky suddenly lit up with a strange, dazzling glow.
The horizon turned bright red.
Slowly, a beautiful golden circle rose into the sky.
The fairy looked closely - it was a chariot, drawn by seven horses!
She didn't know it was the Sun King's chariot.
The fairy thought,
"If only that king would let me ride in his chariot!
How wonderful it would be to travel through the skies and see magical, unseen worlds!"
The Sun's chariot rose higher and higher.
But alas! It passed straight over her head without stopping, and then moved westward - far, far away.
The fairy kept staring, hoping the Sun King would notice her.
But his eyes never once fell upon her.
The next day too, the Sun rose in the east, climbed high at noon, and set in the west.
And the same happened the day after… and the day after that.
Days went by.
At last, the poor fairy grew stiff from waiting.
Her body froze. Her arms and legs could no longer move.
Only her head still turned - always in the direction of the Sun.
With folded hands, she kept praying,
"Will you take me into your chariot today?
Will you let me see the sky-world?"
But the Sun never looked her way.
Hoping and hoping, waiting and waiting, the fairy slowly lost her fairy-form.
She turned into a flower.
Even then, the Sun did not come down to the earth.
He never lowered his chariot.
He never seated the fairy beside him.
They say the flower we call the **sunflower** is none other than that fairy herself.
Even today, as a flower, she keeps gazing toward the Sun -
as if she is still pleading softly:
"Will you take me, O Sun, on your sky-ride…?"