Get The App

ટામેટાં : શાકભાજી કે ફળ? .

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ટામેટાં : શાકભાજી કે ફળ?                                   . 1 - image

દાળ, શાકભાજી અને સેન્ડવીચને સ્વાદિષ્ટ બનાવનાર ટામેટાંને આપણે શાક કહીએ છીએ પરંતુ વનસ્પતિશાસ્ત્રમાં ટામેટાંનું સ્થાન ફળ તરીકે છે. પૃથ્વી પર સાતમી સદીમાં ટામેટાંની ખેતી શરૂ થઈ હતી ત્યારથી જ ટામેટાં વિશ્વનું લોકપ્રિય ફળ બન્યું છે. આજે વિશ્વમાં ૭૫૦૦ જેટલી જાતનાં ટામેટાં થાય છે. માત્ર લાલ નહીં પીળા, ગુલાબી, સફેદ અને જાંબલી રંગનાં ટામેટાં પણ થાય છે.

સોળમી સદીમાં ટામેટાંને 'એપલ ઓફ પેરેડાઈઝ'  અને 'એપલ ઓફ લવ' જેવા હૂલામણા નામ મળેલા. ટામેટાનો સોસ અને કેચપ વ્યાપક ઉપયોગી બન્યા છે.ટામેટાં ખોરાક તરીકે લોકપ્રિય છે જ પણ મનોરંજનનું સાધન પણ બન્યાં છે. સ્પેનમાં લા ટામેટિના નામનો એકબીજા પર ટામેટાં ફેંકવાનો ઉત્સવ ઉજવાય છે. ટામેટાના ઢગલા પર આળોટવા અને નૃત્ય કરવાની સ્પર્ધા પણ યોજાય છે.'