Get The App

ત્રણ બહેરા અને એક મૂંગો

વાણીને બદલે મૌનની શક્તિ વધારે બળવાન છે

Updated: Aug 16th, 2019

GS TEAM

Google News
Google News
ત્રણ બહેરા અને એક મૂંગો 1 - image


ઘાસ વાઢનારાનો ગુસ્સો જોઈને ભરવાડને આશ્ચર્ય થયું. ત્યાંથી એક ઘોડેસવાર નીકળ્યો. ભરવાડે તેને રોક્યો. અને કહ્યું,''જુઓ હું તેને બકરું ભેટ આપું છું અને તે ગરમ થાય છે?'' 

કોઈ કોઈનું સાંભળે નહીં ને સમજે નહીં એમ દુનિયાનો વ્યવહાર આંધળે બહેરા જેવો અગડમ બગડમ ચાલે છે. 

એક બહેરો ભરવાડ હતો. બકરા ચરાવવા એ રોજ જંગલમાં જતો. એક દિવસ એની વહુ એને બપોરનું ભાથું આપવાનું ભૂલી ગઈ. એટલે એ દિવસે ઘેર જઈ એણે રોટલા ખાવાનું નક્કી કર્યું. પાસેની ડુંગરની ખીણમાં એક માણસ ઘાસ વાઢતો હતો. ભરવાડે એ માણસને કહ્યું, ''ભાઈ, હું મારે ઘેર ભાથું ખાઈ આવું એટલી વાર તું મારા બકરાઓનું ધ્યાન રાખજે. કોઈ છુટ્ટું પડી આઘે ન ચાલ્યું જાય, એ જોજો હોં.'' ઘાસ વાઢનારોય બહેરો હતો, એણે ભરવાડને જવાબ આપ્યો, ''ચલ ચલ મારા ઘાસમાંથી તને કેમ આપું?''

ભરવાડે કહ્યું, 'મારા બકરાઓનું ધ્યાન રાખવા માટે હા પાડી માટે આભાર.' આમ કહી એ ઘેર ગયો. પાછા આવી એણે બકરાઓની ગણતરી કરી. બરાબર હતા. ઘાસ વાઢનારો ભરોસાને પાત્ર લાગ્યો. એટલે તેને કંઈક ભેટ આપવાનું ભરવાડે વિચાર્યું. એક લંગડુ બકરુ આમેય એ હલાલ કરવાનો હતો. તે બકરું ખભે ઉપાડીને તે ઘાસ વાઢનારા પાસે ગયો અને કહ્યું, ''લો, આ મારા તરફથી ભેટ.''''મેં તારા બકરાઓ સામે જોયું પણ નથી, તારું બકરુ લંગડુ થયું એમાં હું શું કરું, ચાલતો થા અહિંથી.'' ઘાસ વાઢનારા બહેરાએ કહ્યું.

ઘાસ વાઢનારાનો ગુસ્સો જોઈને ભરવાડને આશ્ચર્ય થયું. ત્યાંથી એક ઘોડેસવાર નીકળ્યો. ભરવાડે તેને રોક્યો. અને કહ્યું,''જુઓ હું તેને બકરું ભેટ આપું છું અને તે ગરમ થાય છે?'' હવે ઘોડેસવાર ઘોડાને ચોરીને આવતો હતો. અને તે પણ બહેરો હતો. ભરવાડ અને ઘાસ વાઢનારો બન્ને ઘોડેસવાર સામે રાડો પાડી પાડીને એકબીજા સામેની ફરિયાદ સંભળાવવા માંડયા.

ઘોડેસવાર ઘોડા પરથી ઉતરીને કહેવા લાગ્યો, ''ખરી વાત છે, મેં ઘોડો ચોર્યો છે પણ મને ખબર નહીં કે એ તમારો છે. મને માફ કરજો, મારાથી આ ખોટું કામ થઈ ગયું.'' ત્રણે જણા પોતાની વાત મોટે મોટેથી કહેવા લાગ્યા. એટલામાં ત્યાંથી એક દરવેશ નિકળ્યા. ઘાસ વાઢનારાએ તેમને કોલરથી પકડયા અને એમને કહ્યું, ''અમે ત્રણ જણા પોતપોતાની વાત એકબીજાને કહી રહ્યા છીએ, પણ કોઈ કોઈનું સાંભળતું નથી. અને સમજતું નથી, તેમ જ આનો કંઈ ઊકેલ લાવો.''

થયું એવું કે દરવેશ મુંગા હતા. ત્રણેય બોલતા હતા એ એમણે સાભળ્યું ખરું, પણ એ કાંઈ બોલી શકે એમ નહોતા. એમણે તીવ્ર વેધક દ્રષ્ટિથી ત્રણે ત્રણને જોવા માંડયા. ત્રણેય અકળાયા. દરવેશની નજરથી એમને ડર લાગ્યો. એટલે ઘોડા પર માણસ ઘોડો પલાણીને નાઠો. ભરવાડે એના બકરા ભેગા કરી ગામ ભણી જવા માંડયું. ઘાસ વાઢનાર ઘાસ ભેગું કરી ઘર તરફ ચાલવા લાગ્યો.

કોઈ કોઈનું સાંભળે નહીં ને સમજે નહીં એમ દુનિયાનો વ્યવહાર આંધળે બહેરા જેવો અગડમ બગડમ ચાલે છે. વાણીને બદલે મૌનની શક્તિ વધારે બળવાન છે. વેધક દ્રષ્ટિથી ગડબડનો ઉકેલ લાવી શકાય છે.  

- જલ્પા પરીખ

Tags :