Get The App

જીભ વિશે જાણવા જેવું .

Updated: Mar 17th, 2023

GS TEAM

Google News
Google News
જીભ વિશે જાણવા જેવું                                    . 1 - image


- કદની દ્રષ્ટિએ જીભ શરીરનો સૌથી મજબુત સ્નાયુ છે

- આપણા શરીરમાં જીભ એક જ સ્નાયુ એવો છે કે જેનો એક છેડો ખુલ્લો છે અને બીજો છેડો ગળામાં જોડાયેલો છે. 

- જીભ ઉપર થયેલી ઇજા સૌથી વધુ ઝડપથી મટી જાય છે,

- ફિંગર પ્રિન્ટની જેમ દરેક વ્યકિતની જીભની સપાટીની છાપ પણ અલગ અલગ હોય છે.

- જીભ ઉપર ૩૦૦૦ કરતાંય વધુ સ્વાદગ્રંથિઓ હોય છે.

- આપણે કેટલાંક શબ્દો બોલવામાં જીભનો ઉપયોગ ફરજિયાત છે.

- મગર પોતાની જીભ બહાર કાઢી શક્તો નથી.

- કાચિંડાની જીભ તેના શરીરની લંબાઈ કરતા વધુ લાંબી હોય છે. 

- દેડકો મચ્છર જેવા ઊડતાં જંતુઓને જીભના લપકારાથી ઝડપી લે છે.

- સાપની જીભને બે ફાંટા હોય છે.

- જિરાફની જીભ ઉપર વાળ હોય છે. એટલે તે કાંટાવાળા ઝાડ પાન ખાઈ શકે છે.

- જીભ ઉપરની સ્વાદગ્રંથિઓ દર દસબાર દિવસે નાશ પામીને નવી ઉત્પન્ન થયા કરે છે.

Tags :