આપણી સૂર્યમાળા દૂધગંગા ગેલેક્સીનો એક ભાગ છે. દૂધગંગા ગેલેક્સીને 'મિલ્કી વે' પણ કહે છે. અવકાશમાં દૂધિયા રંગના પટ્ટા જેવી દેખાતી હોવાથી તેનું નામ પડયું છે.
- દૂધગંગાના અસ્તિત્વની શોધ ઈ.સ. ૧૬૨૦માં ગેલીલિયોએ કરી હતી. એડવિન હબલે વધુ સંશોધન કરી બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ પણ શોધી હતી.
- દૂધગંગાના કેન્દ્રમાં વિરાટ બ્લેક હોલ છે.
- દૂધગંગામાં અબજો તારા છે. પૃથ્વી ઉપરથી તેનો થોડો ભાગ જ જોઈ શકાય છે.
- દૂધ ગંગા તેની કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.
- ચીનમાં દૂધગંગાને રૂપેરી નદી કહે છે.
- આપણી સૂર્યમાળા દૂધ ગંગાના કેન્દ્રની આસપાસ ૮૨૭૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રદક્ષિણા કરે છે.


